October 3, 2024
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

સ્‍પોર્ટ્‍સ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કેન્‍દ્રીય રમત-ગમત અને માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા સ્‍પોર્ટ્‍સ કિટનું થનારૂં વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશમાં રમત-ગમતના વિકાસ માટે અનેક આવકારદાયક પ્રયાસો અને રમત-ગમતને ગ્રામ્‍ય સ્‍તર સુધી પ્રોત્‍સાહન મળે તે માટે વિવિધ મહત્ત્વાકાંક્ષી પગલાંઓ ભર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રમત-ગમતને પ્રોત્‍સાહન આપવાની નીતિને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શન તથા દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશમાં સક્રિયતાથી આગળ વધારવામાં આવી રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રમત-ગમતના વિકાસ માટે રમત-ગમતના મેદાનથી લઈ વિવિધ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો વિકાસ કરવામાં આવ્‍યો છે. ખેલાડીઓને બહેતર અને ગુણવત્તાયુક્‍ત પ્રશિક્ષણ તથા સાધન-સામગ્રીઓ પુરી પાડવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા કરાતા પ્રયાસોના કારણે પ્રદેશના ખેલાડીઓરમત-ગમતના ક્ષેત્રે રાષ્‍ટ્રીય સ્‍તર ઉપર ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ પણ રોશન કરી રહ્યા છે.
અત્રે યાદ રહે કે, તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દીવના રમણીય બીચ ઉપર રાષ્‍ટ્રીય સ્‍તરના દીવ બીચ ગેમ્‍સ-2024નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. જેનું ઉદ્‌ઘાટન રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે કર્યું હતું. આ આયોજનને મળેલી ઐતિહાસિક સફળતાની નોંધ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાના મનની બાત કાર્યક્રમમાં અને ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સના ઉદ્‌ઘાટન પ્રસંગે પણ લીધી હતી અને દીવ બીચ ગેમ્‍સ-2024ના આયોજનની જાહેરમાં પ્રશંસા કરી હતી.
દીવ બીચ ગેમ્‍સ-2024ના સફળ કાર્યક્રમ બાદ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ ફરી 20મી ફેબ્રુઆરી, 2024ના રોજ સેલવાસ ખાતે ‘સ્‍પોર્ટ્‍સ આઉટરીચ પ્રોગ્રામ’ના ભવ્‍ય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં કેન્‍દ્રીય ખેલ અને યુવા વિષયક તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર પણ ઉપસ્‍થિત રહેવાના છે. આ ભવ્‍ય કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી અને પ્રશાસકશ્રીના હસ્‍તે સંઘપ્રદેશના લગભગ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને સ્‍પોર્ટ્‍સ કિટ પ્રદાન કરવામાં આવશે. જેમાં1460 ક્રિકેટ બેટ, 4380 ક્રિકેટ બોલ, 730 ક્રિકેટ સ્‍ટમ્‍પ સેટ, 1460 વોલીબોલ, 730 વોલીબોલ નેટ, 1460 ફૂટબોલ, 2190 કિટ બેગ મળી અલગ અલગ રમતની કુલ લગભગ 12,410 સ્‍પોર્ટ્‍સ કિટનું વિતરણ કરવામાં આવશે. જેમાં દાદરા નગર હવેલીની 20 ગ્રામ પંચાયતોના 70 ગામ, દમણની 14 ગ્રામ પંચાયતોના 24 ગામ તથા સેલવાસ અને દમણ નગરપાલિકાના પ્રત્‍યેક વોર્ડના ખેલાડીઓ સામેલ છે.
અત્રે નોંધનીય છે કે, સ્‍પોર્ટ્‍સ આઉટરીચ પ્રોગ્રામની જાહેરાત પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે 2023ના વર્ષમાં કરી હતી. આ યોજનાનો મુખ્‍ય હેતુ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારના પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવી તથા તેમને પ્રશાસન તરફથી રમત-ગમતના સાધનો ઉપલબ્‍ધ કરાવી તેમને પોતાની રમતના ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ અવસર પ્રદાન કરવાનો છે.
આવતીકાલ તા.20મી ફેબ્રુઆરી, 2024ના રોજ સાંજે 4:30 વાગ્‍યે સેલવાસના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે આયોજીત સ્‍પોર્ટ્‍સ આઉટરીચ પ્રોગ્રામમાં વધુમાં વધુ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા આમજનતાને અપીલ કરી છે.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સની ટીમે વિવિધ 71 સ્‍થળેથી ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્‍પલ: ઉમરગામના તલવાડાની બાલાજી રાજસ્‍થાની હોટલ અને ધનોલીની અંબર હોટલની ખાદ્ય સામગ્રી આરોગ્‍યને નુકસાનકારક (અનસેફ ફૂડ) તરીકે જાહેર

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

Leave a Comment