(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૧: ઉમરગામ તાલુકા ના નાહુલી ગામ માં આવેલ ગોદડ ફળિયામાંથી રાત્રીના 2 વાગ્યે મરઘીના શિકાર માટે આવેલ 9 ફૂટ લાંબા અજગર નું લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન ના વર્ધમાન શાહ દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું,
પ્રાપ્ત માહિતી અનુસાર ગોદળ ફળિયામાં રહેતા અશોક પટેલની ઘર ની પાસે બનાવેલ મરઘીના પાંજરા ઉપર એક વિશાળકાય અજગર મરઘીના શિકાર માટે આવી ચઢ્યો હતો જેથી મરઘીનો અવાજ સાંભળી ઘર ના લોકો જાગી ગયા હતા અને પાંજરા ઉપર નજર કરતા એક વિશાળકાય સાંપ દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા બુમાં બૂમ કરતા આસપાસ ના લોકો પણ સ્થળ પાસે પહોંચી ગયા હતા, જોકે મોડી રાતે વાપી ની લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાપક વર્ધમાન શાહ ને આ વિશે માહિતી આપતા તેઓ સ્થળે પહોંચી અજગર ને સુરક્ષિત રેસ્ક્યું કરી નજીક માં વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો