Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

રૂપિયા 33 લાખના ખર્ચે મહત્‍વના 14 પોઈન્‍ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
સરીગામ જીઆઈડીસીના રસ્‍તાના મહત્‍વના 14 જેટલા પોઈન્‍ટ ઉપર બેસાડવામાં આવેલા 41 સીસીટીવી કેમેરાને કાર્યરત કરવા આજરોજ પોલીસ મહાનિર્દેશક ડો.એસ. પી. રાજકુમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા ડો. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ મા, તેમજ ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જીઆઈડીસી વિભાગના રિજનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર તદઉપરાંત એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસઆઈએના માજી પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉ.એસ.પી રાજકુમારે જરૂરી માર્ગદર્શન અને મહત્‍વના સૂચનો આપતા જણાવ્‍યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરા લગાવવાથી જીઆઈડીસીમાં વધેલી ગુનાહીત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે નહીં જેના માટે સીસીટીવી કેમેરાનુ સમય સમયે મોનેટરીંગ કરવું પડશે અને જરૂર જણાય તો પગલા પણ ભરવા પડશે. વધુમાં સરીગામજીઆઈડીસી પોલીસ ચોકી ઉપર પીએસઆઈ લેવલના અધિકારીની નિમણૂંક આપી કાર્યક્ષમતામાં વધારો કરવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે એસઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ સરીગામ જીઆઈડીસીમાં બનાવટી પત્રકારોનો વધેલા આંતકની નોંધ લેવા અને કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક ડો. એસ.પી. રાજકુમાર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલાને સૂચન સાથે આગ્રહ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં એસઆઈએસ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉપપ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, લો એન્‍ડ ઓર્ડર કમિટી ચેરમેન શ્રી વિનોદ સિંહ, માજી સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રિઝવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે.કે રાય, શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિ અને સંચાલકોની હાજરી જોવા મળી હતી.

Related posts

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો

vartmanpravah

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

Leave a Comment