Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ આરતી અને મહાપ્રસાદનો લાભ લીધોઃ સાંજે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી આજે સોમવારે રામમય બન્‍યું હતું. અયોધ્‍યામાં પ્રભુ શ્રી રામના મંદિર મહા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવને સત્‍કારવા આખુ ભારત રામ મય ભક્‍તિમાં લીન બની ગયું છે. દરેક શહેરો તથા ગામડાઓ અનેક આયોજનો મહા આરતી, મહા પ્રસાદ, પૂજા, હોમ યજ્ઞ, દિપકો પ્રગટાવા, આંગણે રંગોળીઓ પુરાઈ હતી. ગામ ગામ શોભાયાત્રા, વાહન-બાઈક રેલીઓનો ધમધમાટ જોવા મળ્‍યો હતો. અરેરામોત્‍સવને સત્‍કારવા વેપારીઓએ બજારો બંધ રાખીને રામ લલ્લામાં તરબોળ થયા હતા.
સાંજે અંબામાતા મંદિરે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત ભગવાન શ્રીરામની વંદના અને 2પ000થી વધુ દીવડાઓ સાથે મહાઆરતીના કાર્યક્રમમાં રાજ્‍યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
રામ લલ્લાના રંગમાં વાપી પણ રંગાઈ ગયું હતું. જીઆઈઢીસી અંબા માતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. હજારોની સંખ્‍યામાં રામ ભક્‍ત ઉમટી પડયા હતા. આરતી પૂજા, મહા પ્રસાદનો લાભ લેવા લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ રામોત્‍સવમાં વિશેષ મહાનુભાવોની નોંધનીય ઉપસ્‍થિતિ રહી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલા, મંદિર ટ્રસ્‍ટીઓ કમલેશભાઈ પટેલ, એ.કે. શાહ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખો, આગેવાન ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોએ મહા આરતી અને મહા પ્રસાદનો લાભ લઈને ધન્‍યતા અનુભવી હતી. આજે વાપીના બજારો પણ બંધ રહ્યા હતા. ઘરે ઘરે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેગે ના સુરીલા સ્‍વરે દિવસભર સંભળાતા રહેલા.
આ મહાઉત્‍સવ નિમિતે વાપીના ગુંજન વિસ્‍તારમાં આવેલ અંબામાતા મંદિર ખાતે ભગવાન રામની પૂજાઅર્ચના માટે મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉમટયા હતાં. સાંજે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્‍યું હતું. જે સાથે વિવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા 25000 દીવડા પ્રગટાવી દીપોત્‍સવ ઉજવામાં આવ્‍યો હતો. 25000 પ્રજ્‍વલિત દીપને નિહાળવા મોટી સંખ્‍યામાં રામભક્‍તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીરામના દર્શન કરી જય શ્રી રામનો જયઘોષ બોલાવ્‍યો હતો. આ પ્રસંગે વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અંબામાતા મંદિરની મુલાકત લઈ શ્રી રામના દર્શન કર્યા હતાં.

Related posts

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment