October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

ભારતીય સેના અને નૌકાદળ સહિત લક્ષદ્વીપ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.11 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના તાબાના કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના કવરત્તી ખાતેના હેલિપેડના વિકાસ કાર્યમાં સતત પ્રગતિનું નિરીક્ષણ કરવા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભારતીય સેના અને નૌકાદળના અધિકારીઓ તથા લક્ષદ્વીપ પ્રશાસનના સિનિયર અધિકારીઓ સાથે મળી તમામ કામો સમયસર અને ચોક્‍સાઈપૂર્વક થાય તે માટે ગહન ચર્ચા-વિચારણાં કરી હતી.
કવરત્તી ખાતે નવું હેલિપેડ નિર્માણપામ્‍યા બાદ ચોક્કસપણે આ સુંદર ટાપુ પર કનેક્‍ટિવિટી, સુલભતા અને પ્રવાસનમાં વધારો થશે.
લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો અખત્‍યાર સંભાળ્‍યા બાદ શ્રી પ્રફુલભાઈ પટેલે નજીકના માલદીવ્‍સને ટક્કર મારે અને વિશ્વના પ્રવાસીઓ લક્ષદ્વીપ તરફ આકર્ષાય તે માટે વર્લ્‍ડ ક્‍લાસ ટુરિસ્‍ટો સ્‍પોટોનો વિકાસ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. આવતા દિવસોમાં લક્ષદ્વીપ પ્રવાસન ક્ષેત્રે માલદીવ્‍સ, મિયામી, કેરેબિયન ટાપુ સહિત વિશ્વના અન્‍ય ટુરિસ્‍ટ ટાપુઓને પણ ટક્કર મારે એ પ્રકારના આયોજનોને પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

Leave a Comment