મોબાઈલ, બાઈક મળી પોલીસે રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસી પોલીસને હાઈવે યુ.પી.એલ. પુલ નજીકથી ત્રણ મોબાઈલ સ્નેચરોને ઝડપી લીધાની સફળતા મળી છે.
ઉદ્યોગનગરમાં પો.સ.ઈ. આર.એન. આથલીયા અને પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કો. હરીશ કમરુલ અને કુલદીપસિંહ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી તે આધારેયુપીએલ પુલ નજીક બાઈક ઉપર આવતા ત્રણ યુવાનોને કોર્ડન કરી અટકાવ્યા હતા. યુવાનોની અંગઝડતીમાં ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા. આ અંગે બીલો રજૂ નહી કરી શકતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ત્રણ આરોપીમાં કિશન રાજેશભાઈ ખેરવાલ રહે.રખોલી આલોક કંપનીની બાજુમાં મહેશભાઈની ચાલ, વિકાસ કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્પા મંદિર પાસે પાણી ટાંકીની બાજુમાં રમણભાઈની ચાલ તથા અજય કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્પા મંદિર પાસેનો સમાવેશ થાય છે. પોલીસે એક બાઈક સ્પ્લેન્ડર કિ.80 હજાર અને ત્રણ મોબાઈલ કિ.99999 મળી કુલ રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મોબાઈલ સ્નેચરને જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.