September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

કિર્તિ સુરેશભાઈ ગામિત ઉ.વ.29 બાઈક ઉપર સ્‍કૂલમાં નોકરી જવા નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: કપરાડાના માંડવા પાસે આજે સવારે સ્‍કૂલ બસના ડ્રાઈવર નોકરી જવા માટે બાઈક ઉપર નિકળ્‍યા હતા ત્‍યારેટ્રક બાઈક ઉપર ફરી વળતા ડ્રાઈવર યુવાનને સારવાર માટે ખસેડાયેલ જ્‍યાં સારવારમાં કરુણ મોત નિપજ્‍યું હતું.
કપરાડાના માંડવા ફળીયામાં રહેતા 29 વર્ષિય કિર્તિ સુરેશભાઈ ગામીત સવારે 7 વાગ્‍યાના સુમારે ઘરેથી બાઈક ઉપર નાનાપોંઢા નોકરી જવા નિકળ્‍યા હતા ત્‍યારે માંડવા પાસે ટ્રાફિક હોવાથી કિર્તિ બાઈક ઉપર બેઠો હતો ત્‍યાં બેફામ આવતી ટ્રક બાઈક સાથે ભટકાતા બાઈક ઉપરથી પટકાયો હતો. ઘાયલ હાલતમાં પ્રથમ નાનાપોંઢા સરકારી બાદ ખાનગી ચિરંજીવી હોસ્‍પિટલમાં ખસેડાયેલ પરંતુ સ્‍થિતિ ગંભીર હોવાથી વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં કિર્તિને લઈ જવાયેલ પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતા કરુણ મોત થયું હતું.

Related posts

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

Leave a Comment