December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી ચાર રસ્‍તા એપીએમસી માર્કેટની હદમાં સ્‍થાનિક બહેનો વર્ષોથી નેટના મંડપબાંધી છૂટક કેરી વેચી વર્ષભરની કમાણી કરતી હોય છે. સવારથી સાંજ સુધી છૂટક કેરી વેચ્‍યા બાદ નેટના બનાવેલા મંડપમાં જ કેરેટમાં કેરી ભરી મંડપ બંધ કરી રાત્રિ દરમિયાન પોતાના ઘરે જઈ સવારે પરત ફરી કેરીના છૂટક વેચાણ કરે છે.
આજથી બે દિવસ પહેલા આવી જ રીતે મંડપ બાંધી છૂટક કેરી વેચી વર્ષભર માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ભાનુબેન મનિષાબેન વિગેરેનાઓ સવારથી સાંજ સુધી કેરી વેચી રાત્રી દરમ્‍યાન બાકી રહેલ કેરીને કેરેટમાં ભરી નેટના મંડપમાં કેરી ભરેલ કેરેટ મૂકી ઘરે ગઈ હતી. આ દરમિયાન આશરે મોડી રાત્રે બે વાગ્‍યા પછી એક છોટાહાથી ટેમ્‍પો આવી આ બહેનોના મંડપ પાછળના ભાગેથી ફાડી નાખી મંડપમાં રાખેલ કેરેટમાં ભરેલ કેરી ટેમ્‍પામાં ભરી કેરીની ચોરી કરી નાસી છૂટયો હતો.
એપીએમસી માર્કેટના દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી પરંતુ વિઝન દૂર હોય ટેમ્‍પો નંબર કે વ્‍યક્‍તિને ઓળખી શકાય એમ નથી.
પરંતુ ટેમ્‍પો ચાલકની હલચલ અને હરકત જોતા આ ટેમ્‍પો ચાલક સ્‍થાનિક હોવાનું અને અહીંનો કોઈ સ્‍થાનિક પણ આ કેરી ચોરીમાં સામેલ હોવાનું પ્રાથમિક ધોરણે નજરે લાગી રહ્યું છે.
ભોગ બનનાર બહેનોએ પારડી પોલીસ સ્‍ટેશનમાં આઅંગેની જાણ કરી હતી અને અન્‍ય ચાર રસ્‍તા ઉપર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો ટેમ્‍પો નંબર મળી શકે એમ હોય પોલીસ પાસે ન્‍યાય મળે એવી આશા રાખી રહી છે.
હાલમાં તો ટેમ્‍પો પકડાય કે ન પકડાઈ પણ આ બહેનોની વર્ષભરની મહેનત અને કમાણી ગુમાવી દેતા મુશ્‍કેલીઓમાં આવી ગઈ છે.

Related posts

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી

vartmanpravah

દીવમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સના સિલેક્‍શન ટ્રાયલની શરૂઆત : ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment