December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજરોજ મળનારી ખાસ સામાન્‍ય સભા કોવિડ મહામારીની વિકટ પરિસ્‍થિતિ જોતા મુલતવી રાખવામાં આવી છે.
એસઆઈએના પ્રમુખશ્રી વી.ડી.શિવદાશન, સેક્રેટરીશ્રી સમીમભાઈ રીઝવી, ઉપ પ્રમુખ શ્રી હેમંતભાઈ મડોલી, ખજાનચી શ્રી કિશોરભાઈ ગજેરા, જોઇન્‍ટ સેક્રેટરી શ્રી સેહુલભાઈ પટેલ સહિતના આગેવાન ઉધોગપતિઓની મળેલી બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
આ ઉપરાંત બે વર્ષે યોજાતી એસઆઈએની ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે પરંતુ હાલની કોવિદ મહામારીની પ્રવર્તમાન સ્‍થિતિ જોતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી જોખમકારક જણાઈ રહ્યું છે. જેને ધ્‍યાનમાં રાખી ચૂંટણી પ્રક્રિયા પરિસ્‍થિતિ કાબૂમાં નહી આવે ત્‍યાં સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેમજ વર્ષ 2022-2024 માટે યોજનારી ચૂંટણી પ્રક્રિયા કોવિડ મહામારીનો પ્રકોપ આવ્‍યા બાદ તાત્‍કાલિક હાથ ધરવામાં આવશે એવો આજની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

સોળસુંબા પંચાયતમાં ફરી સરપંચ બલદેવ સુરતી અને સભ્‍ય અમિત પટેલે સંભાળેલી શાસનની ધુરા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

વાપી હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા અજાણ્‍યા રાહદારીનું ટ્રકની ટક્કરથી ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment