સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન, ઔદ્યોગિક, આરોગ્ય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની સમગ્ર વિશ્વમાં લેવાઈ રહેલી નોંધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03 : આગામી 11થી 14મી સપ્ટેમ્બર દરમિયાન યુ.કે.ના લંડનમાં ઈન્ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા યોજાનારા ‘‘ઈન્ટરનેશનલ કોન્કલેવ ઓન ગુડ ગવર્નન્સ-2024”માં સન્માનિય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કોન્કલેવમાં વિશ્વના નેતાઓ, પોલીસીમેકર અને શિક્ષણશાષાીઓ ભાગ લેવાના હોવાનું સાંસદશ્રીના કાર્યાલય દ્વારા જણાવાયું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન, ઔદ્યોગિક, આરોગ્ય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાતી થઈ છે. તેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને ઈન્ડો-યુરોપિયન બિઝનેશ ફોરમ દ્વારા ‘‘ઈન્ટરનેશનલ કોન્કલેવ ઓન ગુડ ગવર્નન્સ-2024”માં ભાગ લેવા મળેલી તકથી પ્રદેશના સર્વાંગી વિકાસઉપર પણ મહોર લાગી છે અને આવતા દિવસોમાં સંઘપ્રદેશ સમગ્ર વિશ્વનું પણ આકર્ષણ બનવાની કગાર ઉપર છે.