Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

સામુહિક કેન્‍દ્રમાં સુવિધાઓ વધવાથી આસપાસના લોકોને સારી આરોગ્‍ય
સેવાઓ મળશે – મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: નાણાં, ઊર્જા અનેપેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડા તાલુકામાં રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સુથારપાડા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દર્દીઓને પુરી સુવિધા તેમજ આરોગ્‍ય વિભાગના કર્મચારીઓના રહેઠાણ માટેની સુવિધા મળી રહે તે હેતુથી ગ્રાઉન્‍ડ ફલોર તથા પ્રથમ માળનું સુવિધાયુક્‍ત બાંધકામ કરવામાં આવ્‍યું છે. સાથે સાથે મંત્રીશ્રીએ ભ્‍પ્‍-થ્‍ખ્‍ફપ્‍ખ્‍ફ કાર્યક્રમ હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના આદિમજૂથ વસાહતોમાં કુલ રૂ.2.40 કરોડના ખર્ચે નવા બનનારા કુલ ચાર મલ્‍ટીપર્પઝ સેન્‍ટરોનું, મુખ્‍યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્‍કર્ષ યોજનાના કપરાડા, વાપી અને ધરમપુર તાલુકાના રૂ.8.46 કરોડના ખર્ચે નવા બનનારા કુલ 20 રસ્‍તાઓનું અને મુખ્‍યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્‍કર્ષ યોજનાના કપરાડા અને ધરમપુર તાલુકાના રૂ.10.32 કરોડના ખર્ચે નવા બનનારા કુલ 21 રસ્‍તાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ભ્‍પ્‍-થ્‍ખ્‍ફપ્‍ખ્‍ફ કાર્યક્રમની સફળતા અંગે જણાવતાં કહ્યું હતું કે, સમગ્ર રાજ્‍યમાં ભ્‍પ્‍-થ્‍ખ્‍ફપ્‍ખ્‍ફ કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં સૌથી વધુ લાભાર્થીઓને સહાય મળી છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જ્‍યારથી ગુજરાતનું સુકાન સંભાળ્‍યું હતું અને દેશનાપ્રધાનમંત્રી બન્‍યા બાદ કોરોનાકાળ હોય કે બીજી કોઈ પણ સમસ્‍યાના સમયે લોકોને સહાય માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાતમાં મા આરોગ્‍ય કાર્ડની શરૂઆત કરી હતી જે હવે સમગ્ર દેશમાં આયુષ્‍યમાન કાર્ડ યોજના હેઠળ રૂ.5 લાખ સુધીની સારવાર વિના મુલ્‍યે થાય છે. ગુજરાતમાં આ યોજનામાં વધુ 5 લાખ રૂપિયાની રાજ્‍ય સરકારે સહાય જાહેર કરી છે જેથી ગુજરાતમાં આયુષ્‍યમાન કાર્ડ યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર વિના મુલ્‍યે થશે. આ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રથી સૌને લાભ થશે તેમજ ચોક્કસ ખાતરી છે કે અહીં સુવિધાઓ ઓછી હોવાથી ડિલીવરીની સંખ્‍યા ઓછી હતી પરંતુ હવે સુવિધાઓમાં વધારો થવાથી આ સંખ્‍યામાં પણ વધારો આવશે. આરોગ્‍ય કેન્‍દ્રમાં વધુ સુવિધાઓ સમયસર મળી રહે તે માટે ઘટતો સ્‍ટાફ પણ તરત જ મળી જશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, સુથારપાડામાં વીજ કંપનીની વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવાથી હવે લોકોએ વીજ બિલ ભરવા દૂર નથી જવું પડતું. ભ્‍પ્‍-ય્‍ઝલ્‍લ્‍ યોજના હેઠળ જૂની વીજ લાઈનોને બદલે નવી લાઈનો અને જરૂરિયાતવાળા વિસ્‍તારોમાં અંડરગ્રાઉન્‍ડ વીજ લાઈનો પણ નાંખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ હાલમાં જ સૂર્યઘર યોજના હેઠળ ભારતના 1 કરોડ ઘરો ઉપર સોલાર પેનલ મૂકી 300 યુનિટમફત વીજળી આપવાની જાહેરાત કરી છે. જેનો આપ સૌએ લાભ લઈ વિનામુલ્‍યે વીજળી મેળવો એવી અપીલ છે. ગુજરાત સોલાર ઉર્જામાં 82 ટકા ઉત્‍પાદન સાથે દેશમાં પહેલા નંબરે છે અને આ યોજના હેઠળ હજુ 20 લાખ ઘરોમાં સોલાર પેનલ લગાવવાનું ધ્‍યેય છે. પ્રધાનમંત્રીશ્રીને આપણા આદિવાસી વિસ્‍તારો અને આ વિસ્‍તારોના આદિવાસીઓના પ્રશ્નોની જાણ છે અને તેથી જ આદિમજૂથ યોજનાઓથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના તમામ પ્રયત્‍નો થઈ રહ્યા છે. આદિવાસીઓ જ્‍યારે કોઈને મળે ત્‍યારે રામ રામ કહી સંબોધે છે તો આપણી માતા શબરીનું ધામ પણ અહીં જ છે. આદિમજૂથના કામો કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને વહીવટી તંત્રને પણ અભિનંદન પાઠવું છું અને આ નવા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનો સૌને લાભ થાય એવી આશા છે.
સાંસદ કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.કે.પી.પટેલે સ્‍વાગત પ્રવચન અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રના ડૉ. ધર્મેશ પટેલે આભારવિધિ કરી હતી.
સુથારપાડા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં આધુનિક સુવિધાઓ મળવાથી આસપાસના ગામના લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે. આ સામુહિક આરોગ્‍યકેન્‍દ્રને ગ્રાઉન્‍ડ ફલોરમાં રિશેપ્‍શન એરિયા, ફાર્મસી રૂમ, ઓપીડી રૂમ-5 યુનિટ, ઈમરજન્‍સી વોર્ડને પ્રીઓપરેશન રૂમ, સોનોગ્રાફી, માઈનોર ઓ.ટી., કોલ્‍ડ ચેઈન રૂમ, લેબોરેટરી – 1 યુનિટ, એક્ષ-રે રૂમ, લેબર રૂમ તેમજ પહેલા માળ પર એન.બી.એસ.યુ.(4 પથારીવાળું), ફીમેલ વોર્ડ(15 બેડ), મેલ વોર્ડ(15 બેડ), ઓપરેશન થિયેટર, નર્સિંગ સ્‍ટેશન અને શૌચાલયની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્‍યું છે.
ધરમપુર અને કપરાડા તાલુકાના આદિમજૂથ વસાહતો વડસેત, વાલવેરી – પારસ ફળિયા, ભંડારકચ્‍છ અને ખામદહાડ નવીનગરી ફળિયા ખાતે પ્રત્‍યેક ગામદીઠ રૂ.60 લાખના ખર્ચે કુલ 2.40 કરોડના ખર્ચે ચાર મલ્‍ટીપર્પઝ સેન્‍ટરો બનશે. આ સેન્‍ટરના એક જ મકાનમાં વિવિધ સુવિધાઓ જેવી કે, આંગણવાડી, ખ્‍ફપ્‍ સેન્‍ટર(આરોગ્‍ય સેવાઓ), ક્‍લાસરૂમ, ઓફિસ, કોમન હોલ, પીવાના પાણીની સુવિધા, સ્‍ટોર રૂમ અને શૌચાલયની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
મુખ્‍યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્‍કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.3.32 કરોડના ખર્ચે 8.50 કીમી લંબાઈના 8 રસ્‍તાઓ, ધરમપુર તાલુકામાં રૂ.4.09 કરોડના ખર્ચે 10.34 કીમી લંબાઈના 10 રસ્‍તાઓ અને વાપી તાલુકામાં રૂ.1.05 કરોડના ખર્ચે 2.80 કીમી લંબાઈના 2 રસ્‍તાઓ તેમજ મુખ્‍યમંત્રી આદિમજૂથ સર્વાંગીઉત્‍કર્ષ યોજના હેઠળ કપરાડા તાલુકામાં રૂ.7.05 કરોડના ખર્ચે 15.70 કીમી લંબાઈના 15 રસ્‍તાઓ અને ધરમપુર તાલુકામાં રૂ.3.27 કરોડના ખર્ચે 8.10 કીમી લંબાઈના 6 રસ્‍તાઓને ડામરના પાકા રસ્‍તા બનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન ગાયકવાડ, જિલ્લા પંચાયત સભ્‍ય ગુલાબ રાઉત, વિભાગીય આરોગ્‍ય નિયામક જ્‍યોતિ ગુપ્તા, સંગઠન મહામંત્રી મહેન્‍દ્ર ચૌધરી, આરોગ્‍ય વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

Leave a Comment