દીવ જિલ્લાને આધુનિક, આકર્ષક અને દેશ-વિદેશના પર્યટકો માટે એક આદર્શ સ્થળના રૂપમાં વિકસિત કરવા પ્રશાસનિક અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને કરેલું સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીઅને દમણ-દીવની સાથે લક્ષદ્વીપનો ચોતરફી સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા તત્પર છે. જેના ભાગરૂપે આજે તેમણે દીવ મુલાકાતના બીજા દિવસે પણ વિવિધ મહત્ત્વપૂર્ણ વિકાસ પરિયોજનાની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાતમાં ચંદ્રિકા માતા આઉટર સર્કલ-હફીઝ ડિઝાઈ, કોસ્ટલ પ્રોમેનેડ-દરિયાકાંઠાનું સૌંદર્યકરણ અને સુવિધાઓ, ખુખરી મ્યુઝિયમ, ચક્રતીર્થ ખાતે બંસરી ટેંટ સીટી, ડી-વોલ કોસ્ટલ પ્રોમેનેડ, ગંગેશ્વર મહાદેવ મંદિર, ઓડીઆર 4બીથી સોલર પાર્ક રોડ માાટે વૈકલ્પિક સુડક માર્ગદર્શન સ્થળ-મલાલા રોડ, એન.એચ. સેમ્પલ, જેઠીબાઈ બસ સ્ટેન્ડ, ફોર્ટ અને ફોર્ટ પ્લાઝા તથા સેન્ટ થોમસ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે દીવ ખાતેના વિવિધ સ્થળોની મુલાકાત કરી ઝીણવટતાથી નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ વિભાગના પ્રશાસનિક અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને તમામ વિકાસકાર્યોને ઉચ્ચ ગુણવત્તા અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ દીવ જિલ્લાને એક આધુનિક, આકર્ષક અને પર્યટકો માટે એક આદર્શ સ્થળના રૂપમાં વિકસિત કરવા જણાવ્યું સૂચન કર્યું હતું. પ્રશાસકશ્રીએ જણાવ્યું હતું કે, આપરિયોજનાઓ ફક્ત દીવ જિલ્લાના લોકોને જ નહીં પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓને માટે એક આદર્શ સ્થળ બનવા ઉપયોગી નિવડશે.