June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

સરપંચ મુકેશ ગોસાવીઍ વિદ્યાર્થીઓના વાલીઓને મોદી સરકાર દ્વારા દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે શરૂ કરેલા વિવિધ અભ્યાસક્રમોની પણ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૦ : દર વર્ષની માફક આ વર્ષે પણ આવતીકાલ તા. ૧૧મી માર્ચથી શરૂ થઈ રહેલી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારના વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ સરપંચશ્રી મુકેશ ગોસાવી અને પંચાયતની ટીમ દ્વારા વેલકમ કિટ સાથે શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાય તેવા ટ્રાન્સપરન્ટ રાઈટિંગ બોર્ડ, ટ્રાન્સપરન્ટ પાઉચ, બોલપેન, પેન્સિલ, સંચો, રબર, નાની સ્કેલ વગેરે આપી બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીઍ વિદ્યાર્થીઓના વાલીઓને મોદી સરકાર દ્વારા દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં ઉચ્ચ અભ્યાસ માટે શરૂ કરેલા વિવિધ અભ્યાસક્રમોની પણ જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, આપણા પ્રદેશમાં દેશમાં સૌથી સસ્તું અને ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ મોદી સરકારના કારણે શક્ય બન્યું છે.
આ વિતરણ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતનો સ્ટાફ, પંચાયત સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, શિક્ષિકા શ્રીમતી પુષ્પા રાઠોડ ગોસાવી, શ્રીમતી રેખા તુષાર, શ્રી રોહિત ગોહિલ, શ્રી ધીરૂભાઈ બારી, શ્રી રાહુલ ધોડી વગેરે પણ જાડાયા હતા.

Related posts

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

vartmanpravah

વાપીમાં વલસાડ જિલ્લા અખિલ ભારતીય ઉપભોક્‍તા સંગઠનની મિટીંગ યોજાઈ : ગ્રાહક દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment