January 16, 2026
Vartman Pravah
જાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ચીન અને દુનિયામાં વધી રહેલ કોવિડ-19ના રોગીઓને લઈ દાનહ અને દમણ દીવનું આરોગ્‍ય વિભાગ સતર્કઃ આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે વિભાગના અધિકારીઓ સાથે કરેલું ચિંતન-મનન

કોવીડ અનુરૂપ વ્‍યવહારોનું પાલન કરવા આરોગ્‍ય સચિવની લોકોને તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટેસ્‍ટ ટ્રેક ટ્રીટ અને ટીકાકરણની રણનીતિ અને કોવિડ-19 રોગચાળા સંબંધી વ્‍યવહારના પાલન સાથે ભારત કોવિડ-19 વાઈરસના સંચરણને અત્‍યાર સુધી પ્રતિબંધિત કરવામાં સક્ષમ રહ્યા છે. પ્રદેશમાં છેલ્લા છ સપ્તાહથી કોવિડ-19નો એકપણ નવો રોગી મળ્‍યો નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ચીન, રિ-પબ્‍લિક કોરિયા, જાપાન, સંયુક્‍ત રાજ્‍ય અમેરિકા, બ્રાઝીલ અને યુરોપિયન દેશોમાં કોવિડ-19ના રોગીઓમાં અચાનક થયેલા વધારાના કારણે સાર્વજનિક આરોગ્‍ય માટે પડકાર રૂપ જોવા મળી રહ્યું છે. જે સંદર્ભે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ રણનીતિ અનુસાર ભારતમાં કોવિડ-19ના ફરી પાછા પગપેસારાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય યાત્રીઓના સ્‍ક્રીનિંગ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યા છે અને વિદેશોની યાત્રા કરી પરત ફરી રહેલાયાત્રીઓને 14 દિવસ સુધી પોતાના આરોગ્‍યની કાળજી લેવા બાબતે સલાહ આપવામાં આવી રહી છે.
આ વાતને ધ્‍યાનમાં રાખી દાદરા નગર હવેલી અને દમણ દીવ આરોગ્‍ય વિભાગ પણ સતર્ક થયું છે અને પ્રદેશમાં કોવિડ-19ની સ્‍થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે દાનહ અને દમણ-દીવના દરેક સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી પ્રદેશમાં કોવિડ-19ની રોકથામ માટે આરોગ્‍ય વિભાગની તૈયારીની ચકાસણી કરી અને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્‍યા હતા. પ્રદેશમાં રોગીઓની તપાસ અને સારવાર માટે દરેક જિલ્લામાં અલગથી કોવિડ સેન્‍ટર બનાવવામાં આવ્‍યા છે. પ્રદેશના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ કોવિડ-19 અનુરૂપ વ્‍યવહાર જેવા કે માસ્‍ક પહેરવા, બે ગજની દુરી બનાવી રાખવી, ભીડભાડવાળી જગ્‍યા પર જવાનું ટાળવું, બિનજરૂરી મેળાવડાઓ કરવા નહીં વગેરે જેવા નિયમોનું પાલન કરવું અને પોતાનું તથા પરિવારનું સંપૂર્ણ ટીકાકરણ કરાવવું. અન્‍ય દેશ કે પ્રદેશમાંથી આવતા યાત્રીઓને અનુરોધ કરવામાં આવે છે કે પ્રદેશમાં આવ્‍યા બાદ તેઓ 14 દિવસ પોતાના આરોગ્‍યની ચકાસણી કરાવે અને કોવિડ-19ના કોઈપણ લક્ષણ દેખાય તો નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર પર જઈ પોતાની તપાસ કરાવે અને સારવાર કરાવે અથવા ટોલ ફ્રી નંબર 104 પર સુચિત કરવું.

Related posts

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકીરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમુહલગ્નોત્‍સવમાં નવ દંપતીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે દાનહમાં નવરાત્રીની ઉજવણી માટેની માર્ગદર્શિકા નક્કી કરવા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment