Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

લોકશાહીના મહાપર્વમાં પોતાના બહુમૂલ્‍ય મતાધિકાર વિશે મહિલા મતદારોમાં જાગૃતિનું પ્રમાણ વધ્‍યું

પુરૂષ મતદારોની સામે મહિલા મતદારોમાં ધરમપુર બેઠક પર છ ગણો તો
વાંસદા બેઠક પર ત્રણ ગણો વધારો નોંધાયો

વર્ષ 2019માં પુરૂષ – મહિલા મતદારો વચ્‍ચે 35208નું અંતર હતુ જે
વર્ષ 2024માં ઘટીને 30569 થયું

અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લોકસભા સામાન્‍ય ચૂંટણી- 2024ની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. ચૂંટણીનું આ મહાપર્વ મુક્‍ત, ન્‍યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રી આયુષ ઓકના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્‍શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં મતદારો પોતાના અમૂલ્‍ય મતાધિકારનો ઉત્‍સાહભેર ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્‍યારે મતદારોની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલા વર્ષ 2019ની સરખામણીએ વર્ષ2024ની લોકસભા ચૂંટણીમાં પુરૂષોની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું છે. જેમાં વાંસદા અને ધરમપુરની બે બેઠક પર તો પુરૂષ કરતા મહિલા મતદારો આગળ નીકળી ગઈ છે. જે મહિલા મતદારોના પોતાના બહુમૂલ્‍ય મતાધિકાર અંગેની જાગૃતિના દર્શન કરાવે છે.
26- વલસાડ લોકસભાની ચૂંટણી આગામી તા.7 મે 2024ના રોજ યોજાનાર છે ત્‍યારે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી મતદારોમાં જાગૃત્તિ વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેની ફળશ્રુતિ રૂપે વલસાડ અને ડાંગ જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારમાં અનસૂચિત જનજાતિની બે બેઠક પર મહિલાઓ પુરૂષ મતદારો કરતા આગળ નીકળી ગઈ છે. વર્ષ 2019માં 177 વાંસદા(એસટી) બેઠક પર 140324 પુરૂષ અને 142275 મહિલા મતદારો નોંધાતા 1951 મહિલાઓ વધુ નોંધાઈ હતી. જ્‍યારે વર્ષ 2024ની મતદાર યાદીમાં વાંસદા બેઠક પર 147466 પુરૂષ અને 153795 મહિલા મતદારો નોંધાતા 6329 મહિલા મતદારો વધુ નોંધાયા છે. વાંસદા બેઠક પર મહિલાઓમાં અંદાજિત ત્રણ ગણો વધારો પાંચ વર્ષ દરમિયાન નોંધાયો છે.
આ જ રીતે વલસાડ જિલ્લાની 178 ધરમપુર (એસટી) બેઠક પર વર્ષ 2019માં 117335 પુરૂષ અને 117128 મહિલા મતદારો નોંધાતા 207 મહિલામતદારો ઓછા હતા પરંતુ અત્‍યારે વર્ષ 2024ની મતદાર યાદીમાં ધરમપુર બેઠક પર મહિલાઓ આગળ નીકળી ગઈ છે. હાલ વર્ષ 2024માં આ બેઠક પર 126506 પુરૂષ મતદારો અને 127898 મહિલા મતદારો નોંધાતા મહિલા મતદારો 1392 વધુ નોંધાઈ છે, જેથી આ બેઠક પર અંદાજિત પાંચ વર્ષમાં પાંચ ગણો વધારો નોંધાયો છે. આ સિવાય 173 ડાંગ (એસટી), 179 વલસાડ, 180 પારડી, 181 કપરાડા (એસટી) અને 182 ઉમરગામ (એસટી) બેઠક પર પુરૂષોનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી સમયે આ સાત વિધાનસભા બેઠક પર 853031 પુરૂષ મતદારોની સામે 817823 મહિલા મતદારો નોંધાતા બંને વચ્‍ચે 35208નું અંતર રહ્યું હતું. જે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં આ અંતર ઘટયુ છે. હાલમાં 939379 પુરૂષ મતદારો અને 908810 મહિલા મતદારો નોંધાતા 30569નું અંતર જોવા મળી રહ્યું છે. આમ, એકંદરે જોવા જઈએ તો 26- વલસાડ લોકસભા સીટ પર મહિલા મતદારોમાં મતદાનનું મહત્‍વ અને પોતાના અધિકાર વિશે જાગૃતિ વધી રહી છે.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીના સુરંગીમાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદમેળાનું આયોજન

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્‍ન અટલ બિહારી વાજપેયીના જન્‍મદિન નિમિત્તે દમણઃ ઘેલવાડ ગ્રા.પં.ના સરપંચ હિતાક્ષીબેન અને જિજ્ઞેશ પટેલ દંપતિએ બાળકોને હેતપૂર્વક કરાવેલું ભોજન

vartmanpravah

Leave a Comment