Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવના ઉપલક્ષમાં આયોજીત દોરડાખેંચ સ્‍પર્ધામાં પુરૂષ વિભાગમાં વિજેતા બનેલી દમણ સિટીઝન ટીમ

  • મહિલા વિભાગની દોરડાખેંચ સ્‍પર્ધામાં વિજેતા બનેલી હેફ ઓફ સ્‍પોર્ટ્‍સ ટીમ
  • પારંપારિક રમત મલખંબનું પણ ખેલાડીઓએ કરેલું આકર્ષક પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: સંઘપ્રદેશ દારદા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં પ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા નારિયેળી પૂર્ણિમા અને રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસના ઉપલક્ષમાં યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી.ના માર્ગદર્શનમાં અને પર્યટન અને યુવા બાબતો તથા રમત-ગમત અને વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં મહિલા અને પુરૂષો માટે ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ દોરડાખેંચ સ્‍પર્ધાનું આયોજન 30 ઓગસ્‍ટ2023ના નારિયેળી પૂર્ણિમાના શુભ દિને નાની દમણ કિલ્લાના ગ્રાઉન્‍ડ ઉપર કરવામાં આવ્‍યું હતું. દરમિયાન વિભાગ દ્વારા તાલીમબધ્‍ધ મલખંબ ખેલાડીઓએ પારંપારિક રમત મલખંબનું આકર્ષક પ્રદર્શન કર્યું હતું અને તમામ ઉપસ્‍થિત આમંત્રિત મહેમાનો, પ્રેક્ષકોને તેમના શાનદાર મલખંબ કૌશલ્‍યનું પ્રદર્શન કરીને મંત્રમુગ્‍ધ કર્યા હતા.
જ્‍યારે દોરડાખેંચ સ્‍પર્ધામાં ખેલાડીઓએ જોશ અને બળપૂર્વક ભાગ લીધો હતો. જેમાં પુરૂષોની 15 ટીમોએ અને મહિલાઓની 7 ટીમોએ ભાગ લીધો હતો. અહીં ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા માટે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, શ્રી પ્રિયાંશુ સિંહ અને દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા, પી.આઈ. શ્રી સોહિલ જીવાણી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સ્‍પર્ધાનો આનંદ માણવા કિલ્લામાં ચારેબાજુ માનવમેદની ઉમટી પડી હતી.
આ પ્રસંગે કાર્યક્રમના આયોજક યુવા કાર્યક્રમ અને રમત-ગમત અધિકારી શ્રી અક્ષય કોટલવારે તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં રમત-ગમત અને યુવાઓના કલ્‍યાણ માટે પારંપારિક રમતોને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે. જેમાં આજે મલખંબ રમતનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્‍યુંહતું. મલખંબનું નામ ‘‘મલ્લ” એટલે ખેલાડી અને ‘‘ખંબ” એટલે થાંભલો ઉપરથી આવ્‍યું છે. જે એક પ્રાચીન ભારતીય રમત છે જેમાં લાકડાનો થાંભલો કે દોરડા ઉપર ઉચ્‍ચ કોણિય રમત અને શક્‍તિ તાલીમનું સંયોજન છે. મહારાષ્‍ટ્રથી પ્રસાર થયેલ આ રમત યોગ, તોલમોલ અને કુશ્‍તીના સંકેત આપે છે. ખેલાડીઓ થાંભલા કે દોરડા પર વિવિધ આકૃતિઓ, ટ્‍વિસ્‍ટ્‍સ અને ફિલપ્‍સનું પ્રદર્શન કરે છે, જેમાં તેમનું લચીલાપણું, સંતુલન અને માંસપેશીઓની મજબૂતીમાં સુધારો થાય છે. મલખંબ ફક્‍ત એક રમત જ નહીં પરંતુ એક પ્રાચીન કળા અને સાંસ્‍કૃતિક વિરાસતનું પ્રતિક પણ છે જે શારીરિક તંદુરસ્‍તીને વધારે છે.
અત્રે યોજાયેલ તટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધામાં પુરૂષ વિભાગમાં દમણ સિટીઝનની ટીમ વિજેતા બની હતી જ્‍યારે ઉપ વિજેતા તરીકે હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ રહી હતી. મહિલા વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‌સ વિજેતા બની હતી અને ઉપ વિજેતા ભીમપોર સ્‍કૂલ રહી હતી.
સ્‍પર્ધામાં વિજેતા ખેલાડીઓને સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા, ન.પા. પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા દ્વારા ટ્રોફી, મેડલ, કિટ બેગ આપીને સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા બાબતોના રમત-ગમત સંયોજક શ્રી દેવરાજ સિંહ રાઠોડ અને રમત-ગમત વિભાગના કોચ અને વિવિધશાળાઓના શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોએ સહયોગ આપ્‍યો હતો.

Related posts

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment