January 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

સેવા મિત્ર મંડળના સભ્‍યો વર્ષભર ચકલીઘર અને પાણી બાઉલ બનાવાની કામગીરી ચાલુ રાખે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી સેવ ધ સ્‍પેરો અભિયાન ચલાવી માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. ગરમીનો પ્રારંભ થતા સેવ ચકલી અભિયાન પ્રત્‍યેક વર્ષે કરવામાં આવે છે. વલસાડ તિથલ રોડ ઉપર વલસાડ સેવા મંડળ દ્વારા 4500 ચકલી ઘર અને 2500 ઉપરાંત પાણીના બાઉલ નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યા હતા.
તા.20 માર્ચ એટલે વર્લ્‍ડ સ્‍પેરો દિવસ. આદિવસની ઉજવણી વલસાડ સેવા મિત્ર મંડળ વાસ્‍તવિક રીતે સાર્થક કરે છે. ઉનાળાની ગરમી શરૂ થતા જ આ મિત્ર મંડળ ચકલીઓ સાર-સંભાળની માનવતા ભરી કામગીરી શરૂ કરે છે. વર્ષભર સેવા મંડળના સભ્‍યો ચકલી ઘરો અને પાણીના બાઉલ બનાવાની કામગીરી સતત ચાલુ રાખે છે. જેવી ગરમી શરૂ થાય કે તુરત જ ચકલીઓની સાર-સંભાળ માટે કમર કસી લે છે. વર્ષભર બનાવેલા ચકલી ઘર અને પાણી બાઉલનું જાહેરમાં નિઃશુલ્‍ક વિતરણ શરૂ કરી દે છે તે અનુસાર તિથલ રોડ ઉપર ચકલી ઘર અને પાણી બાઉલનું વિતરણ શરૂ કરી દીધું છે. એટલું જ નહીં શહેરના મોટા મોટા વૃક્ષો ઉપર ચકલીઓ ખાસ વસવાટ કરતી હોય છે તેવા વૃક્ષોને શોધી શોધી વૃક્ષો ઉપર ચકલી ઘરો લગાવતા રહે છે.

Related posts

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપર દારૂ ભરેલ ટેમ્‍પાનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર મારેલી પલટી

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

Leave a Comment