(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દયાત ફળિયા વિસ્તારમાં રહેતી યુવતી નોકરી પર જાઉં છું એમ કહી ઘરેથી નીકળી હતી જે ઘરે પરત ના આવતા એના પિતાએ દીકરી ગુમ થઇ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમા નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વેદિકા નારાયણ પાટીલ (ઉ.વ.19) રહેવાસી સારથી એસ્ટેટ, દયાત ફળિયાની સામે, સેલવાસ. મૂળ રહેવાસી ઘરણગાંવ, જલગાવ જે પોતાના ઘરેથી નીકળી આમલી ફુવારા નજીક આવેલ ગનુ આર્ટ્સ શોપમાં નોકરી પર જાઉં છું એમ કહીં નીકળેલ જે સાંજે નોકરી પરથી ઘરે ના આવતા પરિવારના સભ્યોએ તપાસ કરતા વેદિકા ગનુ આર્ટ્સ શોપમાં નોકરી પર પણ ગયેલ ના હતી જેથી એમના સગાસંબંધી અને મિત્રોને ત્યાં તપાસ કરેલ પણ મળી આવેલ નહિ. આ યુવતી અંગે કોઈને કંઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

