January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

કાન્‍તા પ્રસાદ ઘરમાં સુતો હતો તે દરમિયાન ઘટના ઘટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી રેલવે લાઈન જે ટાઈપ રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર આજે શુક્રવારે ઘરમાં હતો ત્‍યારે અચાનક છ ફૂટની દિવાલ ધસી પડતા કર્મચારી દબાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.
વાપી ટાંકી ફળીયાના નાકે આવેલ જોરાસ્‍ટીન પેટ્રોલ પમ્‍પ ઉપર કાન્‍તા પ્રસાદ નામનો કર્મચારી પેટ્રોલ ભરવાની કામગીરી કરે છે તેમજ પમ્‍પની પાછળ આવેલી રૂમમાં રહે છે. ગુરૂવારે રક્ષાબંધનની તેણે રજા લીધી હતી અને ઘરે જ હતો. આજે સવારે ઘરમાં સુતેલો હતો ત્‍યારે અચાનક ઘરની છ ફૂટની દિવાલ ધસી પડી હતી. જેના કાટમાળ નીચે તે દટાઈ ગયો હતો. લોકો અને પેટ્રોલ પમ્‍પના કર્મચારીઓ દોડી ગયા હતા. કાટમાળ નીચે દટાયેલા કાન્‍તા પ્રસાદને બહાર કાઢયો હતો અને નજીકની હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.

Related posts

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

વાપી હોટલ પેપીલોન મહા રક્‍તદાન કેમ્‍પ યોજાયો: 483 યુનિટ રક્‍તદાન કરી રક્‍તદાતાઓએ કેમ્‍પ સફળ બનાવ્‍યો

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment