Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી ખાતે આવેલ પ્રસિદ્ધ શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તા.22મી માર્ચને શુક્રવારના રોજ પ્રિ-પ્રાયમરીના નાના ભુલકાઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્‍માનિત કરાયાહ તા. કાર્યક્રમને રસમય બનાવવા વિદ્યાર્થીઓએ કવિતા ગાયન, ડાંસ અને નાટક જેવી કૃતિઓ રજૂ કરી હતી.
આ કાર્યક્રમના મુખ્‍ય મહેમાન સ્‍કૂલ ચેઅર પર્સન લાયન હીના પટેલ હતા. આ સાથે અતિથી વિશેષ સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ, આરાધના ચેઅર પર્સન લાયન્‍સ ક્રિષ્‍ણાસિંહ પરમાર, લાઈફ કેર જીમના ઓનર શ્રીમાન માશિષ પાટીલ, રાતા ગામના સરપંચ શ્રીમતી નીલમ પટેલ અને અન્‍ય લાયન મેમ્‍બર ઉપસ્‍થિત રહ્યા હતા. સમી સાંજના સમયે શાંત અને રમણીય વાતાવરણમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી જીવનના પહેલા પડાવને પાર કરી લક્ષ્ય પ્રાપ્તી માટે હંમેશા આગળ વધતા રહે તેવા આશિષ અપાયા હતા. સ્‍કૂલ ચેઅર પર્સન લાયન હીના પટેલે બાળકોને શુભેચ્‍છા પાઠવતા ધ્‍યેયપ્રાપ્તી માટે શું કરવું એ જણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે, ‘‘દ્રઢતા અને મહેનતનો સમન્‍વય થાય ત્‍યારે સફળતામળે છે.” સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલે બાળકોને આશીર્વચનો આપતા જણાવ્‍યું કે, આ અદ્વુત સિદ્ધિ એ તમારી યાત્રાનું માત્ર એક પગલું છે અને આ રીતે ઉદ્યમી બની હાર મુકામ પર સફળતા પ્રાપ્ત કરી સારા નાગરિક બની દેશનું નામ રોશન કરો. સ્‍કૂલના આચાર્યા લાયન પાર્વતી પીઠાનીએ વર્ષ દરમિયાન કરાયેલા શૈક્ષણિક કાર્યો અને પ્રવૃત્તિની ઝલક બતાવી હતી. આ ખાસ અવસરને મનોરંજનાત્‍મક બનાવવા વિદ્યાર્થીઓ દ્વારા નાનકડો સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કરાઈ, તે પછી સ્‍કૂલ સોન્‍ગ, કવિતા ગાયન, ડાંસ અને નાટક જેવી કૃતિઓ રજૂ કરાઈ. આ સાથે વાલીગણોને પણ રમુજી રમતો રમાડી તેમનું બાળપણ ફરી એકવાર યાદ કરાવ્‍યું હતું. પધારેલા મહેમાન લાયન ક્રિષ્‍ણાસિંહ પરમારે બાળકોને કરિયર ગાઈડેન્‍સ અને અભ્‍યાસ કરવાના સૂચનો આપી સ્‍વ-અધ્‍યયન કરવા પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ વાલીઓને સારી આદતો શીખવવાની અને સારા સંસ્‍કાર આપી બાળકોને સુસંસ્‍કારી કેવી રીતે બનાવવું એ સમજાવ્‍યું હતું. શ્રીમાન આશિષ પાટિલે પણ બાળકોને સ્‍વાસ્‍થ્‍ય સંબંધી વાતો કરી યોગા, કસરત અને રમતોનું તંદુરસ્‍તી સાથે સંબંધ સમજાવ્‍યો અને સાથે સાથે બોડી બિલ્‍ડિંગના થોડા કરતબો અને ડેમો બતાવ્‍યા હતા. આ મનમોહક સાંજનેમાણવાની અનોખી ખુશીની ઝલક બાળકોને ચહેરા પર જણાઈ રહી હતી.

Related posts

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

Leave a Comment