April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાની શિક્ષિકા શાલિનીબેનમનુભાઈ વશીનો નિવૃત્તિ શુભેચ્‍છા સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી ઔ.વ. વાપી કેન્‍દ્ર શાળા વાપીના શિક્ષિકા શાલિનીબેન વશીનો નિવૃત્ત શુભેચ્‍છા સમારોહ ઔ.વ. વાપી ખાતે તા.23-03-2024ના રોજ યોજાયો હતો. સમારોહના પ્રમુખ પદે શ્રી કનુભાઈ દેસાઈ (નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી, ગુજરાત રાજ્‍ય) ઉદ્ધાટક જ્‍યોતિબેન વશી (પ્રાધ્‍યાપકઃ મહિલા અધ્‍યાપન વાપી) મુખ્‍ય મહેમાન શ્રી હેમંત ટી. દેસાઈ (પ્રમુખ નિવૃત્ત કર્મચારી સેવા મંડળ, વાપી તાલુકા) અતિથિ વિશેષ- પરેશ દેસાઈ- (વાપી તાલુકા પ્રભારી) દર્પણ દેસાઈ હતા. (કોષાધ્‍યક્ષ, વાપી શહેર) શૈલેષ રોહિત- પ્રમુખ ટીચર્સ સોસાયટી, પારડી, વાપી) સ્‍વાગત પ્રાસંગિક પ્રવચન શાળાના આચાર્ય શ્રીમતી મીનાબેન આહિરે કર્યું હતું. ઉપસ્‍થિત મહાનુભાવોએ એમની શિક્ષિકા તરીકેની કામગીરીને બિરદાવી હતી. વિદાય લેતા શાલિનીબેનને શાલ અર્પણ કરી, સ્‍મૂતિભેટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આભારવિધિ દીપિકાબેને કરી હતી.

Related posts

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ખેડૂતોને વર્મી કમ્‍પોસ્‍ટ બેડનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment