(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,તા.11
વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા(કે.બી.એસ.) કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમતમાં પણ આગળ વધી શકે તે માટે વિવિધ રમતોમાં ખુબ જ સારી તાલીમ પણ આપવામાં આવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત એન.એચ. શાહ કોમર્સ કોલેજ, વલસાડ ખાતે ઈન્ટર કોલેજ હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કોલેજના પ્લેયરોએ ભાગ લીધો હતો. જેમાં કે.બી.એસ. કોલેજના (1) નજીબ મારીયા (એસ.વાય.બીકોમ.), (2) અશોકા સિંગ(એસ.વાય.બીકોમ.), (3) દેસલે સ્નેહલ (ટી.વાય.બીકોમ.) ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ(ગર્લ્સ) ટુર્નામેન્ટમાં પસંદગી પામી છે. જેઓ આઈઆઈએસ યુનિવર્સિટી જયપુર ખાતે ભાગ લેશે.
આ રમતની સમગ્ર તાલીમ તેમજ માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે પુરુ પાડયું હતું. આમ કોલેજનું નામ યુનિવર્સિટીમાં રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે સમગ્ર પ્લેયરોનો તેમજ મયુર પટેલનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા અને જીવનમાં ઉજ્જળભવિષ્ય બનાવી શકે તેવી શુભેચ્છા પાઠવી હતી.