October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

બે-ત્રણ કિલોમીટર હાઈવે ટ્રાફિક જામ થયો, ક્રેઈનની મદદથી પોલીસે ટેમ્‍પો હટાવેલો પણ ડ્રાઈવર મળી આવ્‍યો નહોતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી બાઈવે ઉપર મંગળવારે રાત્રે વૈશાલી ચાર રસ્‍તા બ્રિજ ઉપર ટ્રક ચાલકે એકાએક કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. અકસ્‍માતને લઈ હાઈવે ઉપર બે થી ત્રણ કિલોમીટર લાંબો હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વાપી વૈશાલી હાઈવે ઉપર મંગળવારે રાતે સુરથી મુંબઈ તરફ જતી લાઈન ઉપર ટ્રક નં.એમએચ 04 જીસી 6951 ચાલકે સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી. અકસ્‍માતની જાણ બાદ જીઆઈડીસી પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. ટ્રાફીક પી.આઈ. પંત અને ટીમે મામલો સંભાળી લીધો હતો. ટ્રક ચાલક દેખાતો નહોતો તેથી કદાચ નીચે દબાઈ ગયો હોય એમ વિચારી પોલીસે ક્રેઈન બોલાવી ટ્રકને ખસેડીઉભી કરી હતી પરંતુ ડ્રાઈવર મળી આવ્‍યો નહોતો. અકસ્‍માતને લઈ હાઈવે ઉપર બે થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે મહેનત કરીને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરી દીધો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

vartmanpravah

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

Leave a Comment