(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વાપી સમા સેવા એજ પ્રભુ સેવા જેમના જીવનનું એકમાત્ર સિદ્ધાંત છે એવા અને વાપીની જનતા જેમને કલયુગ કા કર્ણ ના નામે ઓળખે છે એવા વાપીના સમાજ સેવક કિરણ રાવલ સેવાકિય પ્રવૃતિ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. સમાજ સેવક કિરણ રાવલ પોતાની 41 વર્ષની ઉમરમાં. આજદિન સુધી 98 મી વખત રક્ત દાન કર્યું હતું. સમાજ સેવક કિરણ રાવલ પર ફોન આવ્યો કે એક પેશન્ટ જેમને બી+ની જરૂરી છે તેઓ કોઈ સંકોચ કાર્ય વિના તેમને હરિયા હોસ્પિટલ ખાતે 98મી વખત રક્તદાન કર્યું હતું. સમાજ સેવક કિરણ રાવલ કોઈ જાતપાતના ભેદભાવ રાખ્યા વગર રક્તદાન કરતા આવ્યા છે. કિરણ રાવલ વાપીમાં જ નહિ પરંતુ વલસાડ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણહોસ્પિટલમાં જઈ પોતાના સ્વ ખર્ચે જઈ નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કરે છે. કિરણ રાવલના ટ્રસ્ટ ગ્રુપ દ્વારા પણ અવર નવર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું જ રહે છે. કિરણ રાવલ હંમેશા લોકોને રક્તદાન કરવા અપીલ કરતા આવ્યા છે. આમ કિરણ રાવલે પોતાના અમૂલ્ય રક્તનું દાન કરી વાપીના જ નહિ પરંતુ વલસાડ જિલ્લાના સેંકડો જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવ્યા છે. કિરણ રાવલ સમાજ ન દરેક લોકોને વધુમાં વધુ માત્રામાં વિના સંકોચે રક્તદાન કરવા માટે સમજાવતા રહે છે. રક્તદાન મહાદાન એ સૂત્ર સમાજ સેવક કિરણ રાવલ એ સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે. સમાજ સેવક કિરણ રાવલ છેલ્લા 21 વર્ષથી સતત વર્ષમાં સરેરાશ 5 વખત જરૂરિયાતમંદોને રક્ત આપી જીવ બચાવતા આવ્યા છે. સમાજ સેવક કિરણ રાવલ સરેરાશ પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અને ડોક્ટરોના જણાવ્યા મુજબ દર સરેરાશ 70 દિવસમાં પોતે રક્તદાન કરતા જ રહે છે. સમ સેવક કિરણ રાવલના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી રક્તદાન તો કરવું જોઈએ અને વિજ્ઞાન મુજબ શરીરના બંધારણ અને ડોક્ટરોના મત અનુસાર જે તે વ્યક્તિ એક વખતમાં જે રક્ત આપી રક્તદાન કરે છે એ રક્તને પાછું પોતાના શરીરમાં બનતા માત્ર 15 થી 20 દિવસ થાય છે પરંતુ જે તે રક્તદાતા નિર્વ્યસનીતેમજ નિરોગી હોવો જરૂરી છે. રક્તદાન કરવાથી શરીરમાં નવું લોહી ઝડપી બને છે. જેનાથી સ્વાસ્થ્ય સારું અને નિરોગી બને છે. આમ સમાજ સેવક કિરણ રાવલ પોતાની 41 વર્ષની ઉંમરમાં 98 વખત રક્તદાન કરી એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂラરું પાડયું છે.