Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાશે

સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ બચાવવાની જાગૃતિ લાવવાનો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડના સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ લાવવા કાર્યરત ગૃપ વલસાડ રેસર્સ દ્વારા આગામી 4 જૂનના રોજ આવતા પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં તેમનાદ્વારા બીચ રનનું આયોજન કરાયું છે. આ બીચ રન સાથે તેમના દ્વારા 1111 વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરાશે.
વલસાડમાં અવાર-નવાર સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ માટે મેરેથોન અને સાયક્‍લોથોન યોજનાર વલસાડ રેસર્સ ગૃપ દ્વારા આગામી 4 જૂને બીચ રન યોજાઈ રહી છે. આ બીચ રન 3 કમીની અને 5 કિમીની રહેશે. જેમાં જોડાવા તેમના દ્વારા લોકોને અપિલ થઈ રહી છે. આ બીચ રન થકી તેઓ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકોને જાગૃત કરવા ઈચ્‍છે છે. તેમજ સાથે સાથે પર્યાવરણ પ્રત્‍યે પણ લોકો જાગૃત થાય. આ રન સ્‍વામિનારાયણ મંદિર નજીકના બીચ પરથી વહેલી સવારે શરૂ થશે. જેમાં મોટી સંખ્‍યામાં વલસાડના લોકો જોડાશે.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

Leave a Comment