October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.16: ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતીકાલે રામ નવમીનો તહેવાર હોય જે વિસ્‍તારોમાં શોભાયાત્રા, રેલી, હવન કે રામ નવમીને લઈ કોઈપણ કાર્યકમોનું આયોજન થવાનું છે તે વિસ્‍તારોમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને શાંતિ અને ભક્‍તિ ભાવપૂર્વક રામનવમીનો તહેવાર ઉજવાય જેને લઈ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જી.આર. ગઢવી દ્વારા વલસાડ હેડ ક્‍વાર્ટર ડીવાયએસપી ભાર્ગવ પંડ્‍યાના અધ્‍યક્ષ સ્‍થાને ફલેગ માર્ચ પારડી ખાતે યોજવામાં આવી હતી.
સાંજે 5:00 વાગ્‍યે પારડી પોલીસ સ્‍ટેશનથી ડીવાયએસપી અને પારડી પી. આઈ. સાથે મોટી સંખ્‍યામાં મહિલા અને પુરુષ પોલીસોના કાફલા સાથે નગરના વલસાડી ઝાંપા, કુંભારવાડ, ચીવલ રોડ, મરી માતા મંદિર, બાલદા જકાતનાકા, હનુમાન ડુંગરી, સાઈબાબા મંદિરથી ચીવલ રોડ, મરી માતા મંદિર, બિર્સા મુંડા સર્કલ, રાણા સ્‍ટીટ, બહુચર માતા દમણીઝાપા અને સર્વિસ રોડથી પારડી ચાર રસ્‍તા થઈ પરત પારડી પોલીસ સ્‍ટેશન પહોંચીહતી. આ ફલેગ માર્ચને લઈ નગરના સંવેદનશીલ વિસ્‍તાર તથા જે વિસ્‍તારોમાં રાવ નવમીને લઈ કાર્યક્રમ થવાના છે ત્‍યાંથી શાંતિ પ્રસરી ગઈ હતી.
ખૂબ જ ગરમીનો માહોલ હોવા છતાં ખૂબ મોટી સંખ્‍યામાં હાજર મહિલા અને પુરુષ પોલીસ સ્‍ટાફે આ ફલેગ માર્ચમાં પોતાની ફરજ પ્રત્‍યેની નિષ્ઠા, માન મર્યાદા અને અનુસાસન બતાવી પોતે પોતાની ફરજ પ્રત્‍યે સમર્પિત હોવાનું સાબિત કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

વલસાડ પારનેરા પારડીમાં પરિવાર મામેરા વિધિમાં વ્‍યસ્‍ત હતો ત્‍યારે ચોર ઈસમ બંગલામાં ઘૂસી 40 તોલા સોનુ અને રોકડ ચોરી ગયો

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment