(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.23: છેલ્લા26 વર્ષથી કાર્યરત શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા દ્વારા ગત 22મી જૂનના શનિવારે ઉમરગામ તાલુકાના પાલી-કનાડુ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં બાલવાડીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એન.એમ.ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એન.એમ.ગાંધીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા 26 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબૂક, સ્કૂલ સ્ટેશનરીનું વિનામૂલ્યે વિતરણ કરવા સહિત વિદ્યાર્થીઓના આરોગ્ય સંબંધિત કિસ્સામાં મેડિકલ બિલમાં પણ મદદ કરી રહી છે.