June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચીખલી સેવાસદનમાં મામલતદાર સહિતની કચેરીઓમાં ખાનગી એજન્‍સીના માધ્‍યમથી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા દસેક જેટલા ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની બદલી બીજા તાલુકામાં કરી દેવામાં આવી છે અને તાત્‍કાલિક અસરથી તેઓને છૂટા પણ કરી દેવાયા છે. જેમાં ઘણા ઓપરેટરોની હાલત કફોડી બનવા પામી છે. હકીકતમાં ગાંધીનગરથી ઓપરેટરોની બદલીઓ માટે આદેશ થતા કલેક્‍ટર કચેરી દ્વારા આ રીતે બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે. પરંતુ ઓપરેટરોને માત્ર કામ કે જે તે તાલુકામાં જગ્‍યા બદલવાના સ્‍થાને સીધી તાલુકા ફેરબદલી કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. ત્‍યારેગાંધીનગરની સૂચના કે પરિપત્રનું અર્થઘટન ખોટું કરાયું કે કેમ તે તપાસનો વિષય છે. પરંતુ આ રીતે જે તે તાલુકામાં જ આંતરિક બદલી કરવાના સ્‍થાને તાલુકા ફેરબદલી કરી દેવાતા ઓપરેટરોની હાલત કફોડી થવા પામી છે.
આમ પણ ઓપરેટરોને ચૂકવાતો પગાર પરવડે તેમ ન હોય તેવી સ્‍થિતિમાં રોજગાર વાંચ્‍છુકો નોકરી કરતા હોય છે તેવામાં તાલુકા ફેરથી કેટલાક તો નોકરી છોડી દેવા પડે તેવો ઘાટ સર્જાયો છે ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતા આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. ત્‍યારે ખરેખર ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તે માટે જવાબદાર અધિકારીની બદલી કે અન્‍ય પગલા લેવાવા જોઈએ ઓપરેટર જેવા સામાન્‍ય કર્મચારીની બદલીથી ભ્રષ્ટાચાર કાબૂમાં આવશે ખરો ? જોકે કેટલાક જિલ્લાઓમાં તાલુકા ફેર બદલીઓ રદ કરી તાલુકામાં જ ટેબલ બદલી આંતરિક ફેરફાર કરવામાં આવ્‍યા હોવાનું પણ કહેવાય છે કયારે નવસારી જિલ્લા કલેકટર પણ હકારાત્‍મક અભિગમ દાખવે તેવી લાગણી ઊભી થવા પામી છે. આ અંગે ઓપરેટરો દ્વારા ધારાસભ્‍ય સહિતના સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોને પણ તાલુકા ફેર બદલીઓ રદ્‌ કરવા માટે રજૂઆત કરી છે ત્‍યારે જિલ્લા કલેકટર કેવો અભિગમ દાખવે તે જોવું રહ્યું.
જિલ્લાના અધિક નિવાસી નાયબકલેકટર શ્રી કેતનભાઈ જોશીના જણાવ્‍યાનુસાર ઓપરેટરોની કામ બદલી નાંખવા અને તાલુકા ફેર બદલી માટે સરકારમાંથી સૂચના હતી. ઓપરેટરો દ્વારા આ અંગે રજૂઆત કરી છે તે તાલુકામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે. જેથી જે તે તાલુકામાં જ કામ બદલી ત્‍યાં જ રાખવા કે કેમ તે અંગે કલેક્‍ટર સાહેબ વિચારધીન છે.

Related posts

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

vartmanpravah

વાપી છીરી, રામનગરના વાહન-ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા

vartmanpravah

દમણ પોલીસે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે એક અજાણ્‍યા વ્‍યક્‍તિની થયેલી હત્‍યાનો માત્ર 72 કલાકમાં ઉકેલેલો ભેદ

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દીવના ઘોઘલા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

vartmanpravah

Leave a Comment