(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ.દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ફિનીશીંગ સ્કૂલના કૉ-ઓર્ડિનેટર આનંદ પટેલ દ્વારા તા.02/09/2024 થી તા.11/09/2024 દરમ્યાન ફિનિશિંગ સ્કૂલટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.
આ પ્રોગ્રામમાં ટ્રેઈનર પરેશ પટેલે વ્.ળ્. ગ્.લ્ણૂ.ના વિદ્યાર્થીઓને Life Skill અને Employability Skill ના વિષય પર દસ દિવસની ટ્રેઈનિંગ આપી હતી. આ કાર્યક્રમનો હેતુ કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને સ્નાતક પદવી મળ્યા પહેલા ઈન્ટર પર્સનલ સ્કિલ, ઈન્ટરવ્યૂ સ્કિલ, કરીયર ઓપ્શન, લીડરશીપ, પોઝિટિવ એટીટયુડ જેવા મહત્વના મુદ્દાઓ માટેની ટ્રેઈનિંગ આપવાનો હતો. વિદ્યાર્થીઓએ આ ટ્રેઈનિંગ પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સર્વે વિદ્યાર્થીઓનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.