January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

અનંતભાઈ પટેલે પ્રમુખ દિનેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી મિલનભાઈ દેસાઈ અને અગ્રણી ગૌરાંગભાઈ પંડ્‍યાની આગેવાની હેઠળ હજારો યુવા કાર્યકર્તા અને સમર્થકોએ આનંદ અને ઉત્‍સાહ સાથે કોંગ્રેસ કાર્યાલયથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજી વિજયના વિશ્વાસ સાથે રજૂ કરેલુ નામાંકન પત્રક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ: નેટવર્ક)
સરીગામ, તા.16
વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી અનંતભાઈ પટેલે આજરોજ પોતાના અને પક્ષના હજારો કાર્યકર્તા અને સમર્થકો સાથે ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. શ્રી અનંતભાઈ પટેલ અન્‍યાય સામે ન્‍યાય માટે લડાઈ ચલાવવામાં લડાયક નેતા હોવાના કારણે મતદારોમાં લોકપ્રિય નેતા તરીકેની છબીધરાવે છે. આજરોજ કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક રજૂ કરવા પહેલા એમની કાર્યકર્તાઓની વિશાળ ટીમ સાથે કોંગ્રેસ કાર્યાલયથી વિશાળ રેલીનું આયોજન કરી એમની લોકપ્રિયતાનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ રેલીમાં આનંદ અને ઉત્‍સાહ સાથે ગાજતે વાજતે મોટી સંખ્‍યામાં કાર્યકર્તા અને ટેકોદારો જોડાયા હતા. ઉમેદવારી પત્રક રજૂ કરવા પહેલાં વિશાળ જનમેદનીને સંબોધતા એમણે લડાયક મિજાજમાં કાર્યકર્તા અને સમર્થકોનો હોસલો બુલંદ કર્યો હતો. અને પ્રજાના દરેક કામોમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.
આ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ અને મહામંત્રીશ્રી મિલનભાઈ દેસાઈ તેમજ અગ્રણી શ્રી ગૌરાંગભાઈ પંડ્‍યા સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકર્તા સહિત મોટી સંખ્‍યામાં યુવાનોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

ચીખલીના ટાંકલ-સરૈયા માર્ગ ઉપર મોટર સાયકલ પરથી પટકાતા મહિલાનું સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment