Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી જાહેર : ર8 નવેમ્‍બરે મતદાન : 30 નવેમ્‍બરે મતગણતરી

દિવાળી તહેવારોમાં રાજકારણ ગરમાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વાપી નગર પાલિકાની ગુજરાત ચૂંટણીપંચ દ્વારા સામાન્‍ય ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકારણમાં દિવાળી ટાંણે જ ગરમાટો આવી જવા પામ્‍યો છે. વાપી નગર પાલિકામાં હાલ 44 પૈકી 41 નગર સેવકો ભાજપના છે. અગામી સામાન્‍યચૂંટણીમાં વ્‍યૂહરચના એવી ઘડવામાં આવી રહી છે કે ભાજપ 44માંથી 44 બેઠક મેળવી પાલિકાનો ગઢ જીતી શકે તો બીજી તરફ કોંગ્રેસ માટે સીધી ચઢાણ છે. ચૂંટણી લડવા માટે ઉમેદવારોની શોધ કરવી પડશે.
વાપી નગરપાલિકાની જાહેર થયેલ સામાન્‍ય ચૂંટણી અનુસાર ર8 નવેમ્‍બરે મતદાન યોજાશે. જ્‍યારે 30 નવેમ્‍બરેના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. આજે ચૂંટણી પંચ દ્વારાજાહેરાત કરવાની સાથે જ આચાર સંહિતા પણ અમલી બનશે. આવતીકાલે વિધિવત જાહેરાત થઈ જશે. ઉમેદવારી ભરવાની તારીખ, ઉમેદવારીપત્રોની ચકાસણી અને અંતિમ ઉમેદવારોની જાહેરાત કવાયત શરૂ થઈ જશે. જોકે ભાજપ થનગનાટમાં છે. પાલિકાની 44 પૈકી 44 બેઠક કબજે કરશે તેવો જાહેરમાં દાવો થઈ ચૂક્‍યો છે.

Related posts

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

કેન્‍દ્રની મોદી સરકાર પ્રદેશના આદિવાસીઓના વિકાસમાટે સમર્પિતઃ દીપેશ ટંડેલ

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

Leave a Comment