Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: વલસાડ એસ.ઓ.જી.ને પારડી ખાતે એક ઈસમ ગેરકાયદેસર રીતે વગર પરમીટે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.
મળેલ બાતમીને લઈ વલસાડ એસ.ઓ.જી.એ બાતમી વાળી જગ્‍યા પારડી સૈયદ સ્‍ટ્રીટ, મઝદા એપાર્ટમેન્‍ટ,ચોથો માળ ફલેટ નંબર-4 બી માં રેડ કરતા તપાસ દરમિયાન ઘરમાં રાખેલ સ્‍ટીલના ડબામાં 307 ગ્રામ જેટલો કિંમત રૂપિયા 3070 નો ગાંજાનો જથ્‍થો મળીઆવ્‍યો હતો.
પોલીસે ફલેટમાં રહેતા રિયાઝ રફીક શેખ ઉર્ફે રિયાઝ જાનભાઈ શેખ ઉંમર વર્ષ 34 ની ધરપકડ કરી પૂછપરછ દરમ્‍યાન તેણે આ ગાંજાનો જથ્‍થો સંજાણ રહેતા ફિરોજ નામનો વ્‍યક્‍તિ આપતો હોવાનો અને પોતે આ ગાજાંનો જથ્‍થો છૂટક વેચાણ કરતો હોવાનું કબૂલ્‍યું હતું.
સમગ્ર કેસ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આવતા આગળની તપાસ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જી.આર. ગઢવી કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment