November 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

પહાડ જેવી મુસીબતો પણ હસતા મોઢે સહન કરી પોતાના પરિવારને બે પાંદડે કરવા સફળ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
આજે સંઘપ્રદેશ દાદરા નગરહવેલી અને દમણ-દીવમાં એવી કેટલીય મહિલાઓ છે કે જેમણે પોતાના બળ ઉપર ઉભા થઈ પોતાના પરિવારને બે પાંદડે કર્યા છે. ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે ‘વર્તમાન પ્રવાહે’ દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાંથી એવી માતૃશક્‍તિને શોધવાનો પ્રયાસ કર્યો છે કે જેમના ઉપર અનેક મુસીબતોના પહાડ આવ્‍યા, અનેક પડકારો ઝીલ્‍યા છતાં ટસના મસ નહી થઈ આજે પોતાના સંતાનોના ભવિષ્‍યને સલામત બનાવવા સફળ રહ્યા છે.
દમણવાડા ગ્રામ પંચાયતના ભાઠૈયા ખાતે રહેતા શ્રીમતી બબલીબેન કાંતીભાઈ પટેલે ખેતીકામ, ઘરકામથી લઈ શાકભાજી વેચી પોતાના પરિવારનું જતન કર્યુ છે. કારણ કે તેમના પતિ શરૂઆતમાં દારૂના રવાડે ચઢતા પરિવાર ઉપર કોઈ ધ્‍યાન નહી આપ્‍યું હતું. પરંતુ આજે શ્રીમતી બબલીબેને પોતાની માતૃશક્‍તિથી પરિવારને ઉછેરવામાં સંપૂર્ણ કાળજી લીધી હતી. જેના કારણે આજે તેમનો પુત્ર દમણની પોલીસ ફોર્સમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ગૌરવભેર કાર્ય કરી રહ્યા છે. દિકરીને પણ સારા ઘરે પરણાવી આજે સુખી જીવન જીવી રહ્યા છે અને પરિવારમાં આવેલા સુધારાને જોઈ પતિ શ્રી કાંતીભાઈ પટેલમાં પણ પરિવર્તન આવ્‍યું છે અને તેઓ નશામુક્‍તિના માર્ગે આગળ વધી રહ્યા છે.
શ્રીમતી લીલાબેન દોલતભાઈ ખારવા ગામ ભામટી માહ્યાવંશી ફળિયા ખાતે રહે છે. પતિનીઆવકથી ઘરના બે છેડા મળી નહી શકતા હતા અને ફેક્‍ટરીમાં કામ કરતા દરમિયાન પતિને અકસ્‍માત થતા આંગળી ગુમાવવાની પણ નોબત આવી હતી. છતાં હિંમત નહી હારી દરેક પડકારોનો સામનો કરતા રહ્યા હતા. પોતાના સંતાનોને શિક્ષણમાં કોઈ તકલીફ નહી પડે તેની કાળજી પણ માતા તરીકે શ્રીમતી લીલાબેન ખારવાએ લીધી હતી. આજે તેમનો એક પુત્ર પોલીસમાં અને બીજો પુત્ર વિદેશમાં છે.
સુશીલાબેન ઉદયભાઈ દમણિયા ભામટી માહ્યાવંશી ફળિયાના રહેવાસી છે કે જેઓ વિધવા થયા છતાં હિંમત નહી હાર્યા. પોતાના સીવણ કામથી પરિવારનું ગુજરાન ચલાવ્‍યુ, એટલુ જ નહીં પરંતુ પોતાના વૃદ્ધ સસરાની સેવા ચાકરી પણ કરી. ખરાબ સમયમાં હિંમત હાર્યા વગર લગનથી કામ કરવાની પ્રેરણા પણ શ્રીમતી સુશીલાબેન પાસેથી શીખવા મળે છે.
આવી અનેક મહિલાઓ પોતાના પરિશ્રમથી પરિવારનું સિંચન કરી પોતાના સંતાનોને ઉચ્‍ચ મુકામ ઉપર પહોંચાડવા કામિયાબ નિવડે છે. તેથી આજના ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે’ આવી માતૃશક્‍તિને નમન કરી તેમની પાસેથી બોધપાઠ લેવો ખુબ જરુરી છે.

Related posts

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment