(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: અંજનિપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે ખાંભડા ગામે હનુમાનજી મંદિરે મંદિરના 10-માં પાટોત્સવ સાથે શ્રી હનુમાન જન્મોત્સવની શરૂઆત સ્થાનિક આગેવાન અને કાવેરી સુગરના ડિરેકટર ભરતભાઈ જગુભાઈ પટેલના પરિવારના યજમાન પદે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડનું પારાયણ દ્વારા કરાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દાદાના દર્શન કરી મહાપ્રસાદનો લાહ્વો લીધો હતો. ગણદેવી તાલુકાના વલોટી ગામે શ્રી જય હનુમાનજીનાજન્મોત્સવ ઉજવાયો હતો, સોલધરા ગામે શ્રી જય હનુમાન પ્રગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા હનુમાનજીના મંદિરે હવન તથા મહાપ્રસાદનું આયોજન કરાતા અનેક ભક્તોએ લાભ લીધો હતો. કુકેરી ગામના મારુતિધામમાં હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા રોહણ, મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઘેજ ગામે ખરેરા નદીના તટે બિરાજમાન સ્યંભુ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. અને યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત તલાવચોરા દેસાઈવાડ સ્થિત દક્ષિણા મુખી હનુમાનજી મંદિરે પણ ભુદેવ ગોપાલભાઈ મહારાજના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. ખૂંધ સાત પીપળા, ચીખલીમાં ગાયત્રી મંદિર, ધોબીવાડ સ્થિત હનુમાનજીના મંદિરે ખૂંધ અંબામાતા મંદિરે તથા ઘેજ મોટા ડુંભરીયા, ટાંકલ, રૂમલા, સાદકપોર સહિતના ગામે ગામ યજ્ઞ, મહાપ્રસાદ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજી હનુમાન દાદાને કાળા તલ, તેલ, સિંદૂર, આંકડાના ફૂલ ચઢાવી પૂજા અર્ચના દર્શન કરી હનુમાનજી જયંતિની ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Previous post