October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

ભારતના વિવિધ 18 સ્‍ટેશનોમાં ભારતીય જન ઔષધી કેન્‍દ્રોનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી રેલવે સ્‍ટેશન ઉપર બુધવારે વડાપ્રધાન ભારતીય જન ઔષધી કેન્‍દ્રનો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વિડીયો કોન્‍ફરન્‍સથી શુભારંભ કરાવ્‍યો હતો.
વાપી રેલવે સ્‍ટેશન ઉપર આયોજીત કાર્યક્રમમાં વેસ્‍ટર્ન રેલવેના ડી.આર.એમ. નિરજ વર્મા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, વાપીનો અમૃત ભારત સ્‍ટેશનમાં સમાવેશ છે. જેનો ટુંક સમયમાં કાયાકલ્‍પ થવા જઈ રહ્યો છે. સ્‍ટેશન ઉપર એસ્‍કેલેટર સહિતની અનેક સુવિધાઓ ઉભી થનાર છે. ગુજરાતમાં 14 થી વધુ રેલવે સ્‍ટેશનોમાં ભારતીય ઔષધી કેન્‍દ્રની શરૂઆત કરેલી છે. મુંબઈ ડિવિઝનમાં વલસાડ બાદ વાપી બીજા નંબરનું કેન્‍દ્ર શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં સારી ક્‍વોલિટીની સસ્‍તી દવાઓ મળી શકશે. જેથી મુસાફરોને ફાયદો થશે. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સાંસદ ધવલ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મુસાફરોને સારી ક્‍વોલિટીની દવાઓ આપવાનો નિર્ધર છે. આજે સાંસદે સ્‍ટેશનના ટ્રાફિક સમસ્‍યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સમસ્‍યા પોલીસ સાથે સમન્‍વય કરી પ્રયાસ કરાઈ રહ્યા છે. આજે દેશમાંવડાપ્રધાન દ્વારા 18 સ્‍ટેશનો ઉપર વિડીયો કોન્‍ફરન્‍સથી લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમમાં કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્‍તક પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

પદ્મશ્રી ડો.એસ.એસ.વૈશ્‍યના જન્‍મદિવસ નિમિત્તે ઉદવાડા ટાઉન પી.પી.મિષાી હાઈસ્‍કૂલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

Leave a Comment