October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી બસ સ્‍ટેન્‍ડ દિવસ રાત સ્‍થાનિક ઉપરાંત રાજ્‍ય, આંતર રાજ્‍ય બસોની ટ્રીપથી ધમધમતો રહેતો હોય છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ રોજબેરોજ અપડાઉન કરતા નોકરિયાતો સહિતના લોકોની પણ દિવસભર વ્‍યાપક અવાર જવર રહેતી હોય છે. આ એસટી બસ સ્‍ટેન્‍ડમાં ખાસ કરીને મુખ્‍ય માર્ગની બાજુએ મોટી સંખ્‍યામાં વિશાળ કદના હોર્ડિંગ્‍સો લાગેલા છે. આ હોર્ડિગ્‍સો પૈકી બસના નિકાસના સ્‍થળ પાસેના મહાકાય હોર્ડિંગ્‍સની એક તરફની લોખંડની ચેનલ નમી જવા પામી છે. જેને પગલે હોર્ડિંગ્‍સ ગમે ત્‍યારે ધરાશાયી થવાની સ્‍થિતિમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્‍ય કેટલાક હોર્ડિંગ્‍સની હાલત પણ સારી સ્‍થિતિમાં નથી.
હાલે અવાર નવાર તેજ ગતિએ પવન પણ ફૂંકાતો હોય છે. તેવામાં આજોખમી બનેલા વિશાળ હોર્ડિંગ્‍સ પડે તો જાનહાની પણ થઈ શકે તેવી સ્‍થિતિમાં એસટી તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આવા જોખમી જણાતા હોર્ડિંગ્‍સો દૂર કરવામાં આવે અથવા યોગ્‍ય મરામત કરવામાં આવે તે જરૂરી છે. જોકે આ સ્‍થિતિ ઘણા દિવસોથી છે. પરંતુ મુંબઈની ઘટના બાદ પણ તંત્રને બોધપાઠ લેવાનું સૂઝતું નથી. ત્‍યારે કોઈ અકસ્‍માત કે જાનહાનીની રાહ જોયા વિના તકેદારી દાખવી એસટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આવા જોખમી હોર્ડિંગ્‍સો દૂર કરાશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

vartmanpravah

સુરત તરફ જઈ રહેલ પરિવારની કારને ધરમપુર ચાર રસ્‍તા હાઈવે ઉપર ટ્રકે ટક્કર મારી: મળસ્‍કે થયેલા અકસ્‍માતમાં તમામ કાર સવાર મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment