Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો: પારડીના પલસાણાની લૂંટ સહિત 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 6 જેટલા આરોપીની ધરપકડ

ગામને સંભાળનારો માજી સરપંચ જ નીકળ્‍યો લૂંટનો આરોપી: ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોસીર્સની મદદથી ગુનેગારોને પકડવામાં સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: લોકસભાની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લાની તમામ વિભાગોની પોલીસોની અલગ અલગ ટીમ બનાવી ચોરી લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાની કામગીરી વલસાડ પોલીસ કરી રહી હતી.
આ દરમિયાન ટેકનીકલ એનાલિસિસ, હ્યુમન સોર્સિસ, આજુબાજુના સીસીટીવી,ટાવર ડમ્‍પ એકત્ર કરી એનાલિસિસ કરી તપાસ દરમિયાન વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્‍ચને મોટી સફળતા મળી હતી.
ગત તારીખ 14.3.2024 ના રોજ રાત્રે પલસાણા દેસાઈ ફળિયા ખાતે ચારેય અજાણ્‍યા ઈસમો સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયકના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી સાવિત્રીબેન તથા ઉષાબેન મહેશભાઈ જોશીને લાકડાના ફટકાઓ મારી તેઓએ પહેરેલ સોનાના દાગીના કિંમત 2,20,000, કબાટમાં રાખેલ 50,000 રોકડા અને મોબાઈલ 8000 મળી કુલ 2,78,000 ની લંૂટ કરી નાસી ગયા હતા.
જે પૈકી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચને છ જેટલા આરોપીઓ 1.જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ ગમનભાઈ પાતાળભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 36 રહે.બીનવાડા, વાડી ફળિયું, પ્રાથમિક શાળાની બાજુમાં હાર્દિકભાઈની વાડીમાં, મૂળ રહે.ભેંસધરા, પટેલ ફળિયું ધરમપુર, 2.વિષ્‍ણુ શુકરભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 53 ગામ પલસાણા, નવીનગરી, ઉદવાડા, 3.કાળું બચુભાઈ સબુરભાઈ માળી ઉંમર વર્ષ 32 રામેલ ટોલટેક્‍સની બાજુમાં અમદાવાદ મૂળ રહે.ખેરિયા, દાહોદ, 4.બાબુ સુનિયાભાઈ ગુંદીયા ઉંમર વર્ષ 47 રહે.બોરીયાણા દાહોદ, 5.સુનીલ કાળુ મેડા ઉંમર વર્ષ 34 રહે.જેકોટ દાહોદ, 6.રમેશ જસવંત પલાસ રહે.દાહોદને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જ્‍યારે 1.બાબુ વજીર પટેલ રહે.આસમા 2.જોરસિંહઉર્ફે જોરાવર બારીયા અને 3.હિમસિગ ઉર્ફે કટલો પરસુ મોહનિયાને વોન્‍ટેડ જાહેર કરાયા હતા.
તપાસ દરમિયાન તેઓએ પલસાણા લૂંટ ઉપરાંત પારડી તથા વલસાડ જિલ્લામાં અન્‍ય 15 જેટલી ચોરી તથા લૂંટ કરી હોવાનું કબૂલ્‍યું હતું જ્‍યારે 6 જેટલી દમણ, પારડી સહિતની જગ્‍યાએ ચોરીનો નિષ્‍ફળ પ્રયાસ કર્યો હોવાનું કબુલ્‍યું હતું.
આ તમામ પારડી તથા આજુબાજુ વિસ્‍તારમાં બાંધકામની સાઈડ ઉપર દિવસ દરમિયાન મજૂરી કરી આજુબાજુના વિસ્‍તારમાં રેકી તથા ટીપ મેળવી રાત્રી દરમ્‍યાન ચોરી તથા લૂંટને અંજામ આપતા હતા.
અહીં પકડાયેલા પૈકી જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ ગમનભાઈ ધોડિયા પટેલ પર 4 જેટલા ગુનાઓ, બાબુભાઈ સોનિયાભાઈ ગુંદીયા પર 4 જેટલા ગુનાઓ, સુનિલભાઈ કાળુભાઈ મેળા પર 2 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
પલસાણા ખાતે થયેલ લૂંટમાં પલસાણાના જ માજી સરપંચ વિષ્‍ણુ શુકર ધો. પટેલે જીતેન્‍દ્ર તથા બાબુને જમીન વેચાઈ હોય ઘરમાં પૈસા હોવાની ટીપ આપતા અહીં પકડાયેલા છ જેટલા આરોપીને દાહોદથી લૂંટને અંજામ આપવા બોલાવી બાબુભાઈ પટેલની અર્ટીકા ગાડીમાં આવી લૂંટનો અંજામ આપ્‍યો હતો.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે આ તમામ પાસેથી અંગ જડતી દરમિયાન પાંચ મોબાઈલ કિંમત રૂપિયા 11500 રોકડા 27000 અને બોલેરો ગાડી જીજે 12 બીએફ 7488કિંમત 5,00,000 મળી કુલ 5,38,500 નો મુદ્દામાલ કબજે કરી તમામને જેલને હવાલે કરી દીધા છે.
આમ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બનાવવામાં આવેલ દરેક વિભાગોની પોલીસ ટીમોના સંયુક્‍ત ઓપરેશન પૈકી લોકલ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

ખોટી નંબર પ્‍લેટ લગાવી દારૂની હેરાફેરી કરનારાને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડયા વાહનની કિંમત 10 લાખ, દારૂનો જથ્‍થો 1.61 લાખ મળી કુલ રૂા.11.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment