Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે મેડિકલ તકેદારીના ભાગરૂપે ઝારખંડથી આવેલ આર્મ પોલીસ જવાનો માટે ફ્રીમાં યોજાયો મેડિકલ કેમ્‍પ

પારડી પોલીસ, પારડી હોસ્‍પિટલ અને પ્રજાપતિ હોલના સંચાલકોના સહયોગે 75 થી વધુ પોલીસ કર્મીઓનું ફ્રીમાં કરવામાં આવ્‍યું મેડિકલ ટેસ્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: 2024 લોકસભા ચૂંટણી હવે ત્રીજા અને આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે ત્‍યારે અતિ મહત્‍વની ગણાતી વલસાડ ડાંગ લોકસભાની સીટ માટે તારીખ 7.5.2024ના રોજ થવા જઈ રહેલ મતદાનને લઈ પારડી વિધાનસભા 180 વિસ્‍તારમાં આ લોકસભાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે જેને લઈ વલસાડ પોલીસ અધિક્ષક દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
તારીખ 7.5.2024 ના રોજ વલસાડ ડાંગ લોકસભાની બેઠકના મતદાન દરમિયાન પારડી વિધાનસભા 180 વિસ્‍તારમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને તમામ પારડી 180 વિધાનસભા વિસ્‍તારમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો મતદાન કરી શકે જેને લઈ ઝારખંડ થી 75 આર્મ પોલીસ જવાનોની ટીમ પારડી ખાતે બંદોબસ્‍ત માટે બોલાવવામાં આવી છે.
ઝારખંડથી ખાસ બોલાવવામાં આવેલી આ પોલીસ આર્મ જવાનોની ટીમ પારડી ખાતે આવેલ પ્રજાપતિ હોલ ખાતે ચૂંટણી દરમિયાન રોકાશે. આટલી મોટી પોલીસ ટુકડી ઝારખંડ જેવા વિસ્‍તારથી અહીં આવી હોય મેડિકલ તકેદારીના ભાગરૂપે આજરોજ આ સંપૂર્ણ ટીમનું અહી પારડી પોલીસ, પારડી હોસ્‍પિટલ અને પ્રજાપતિ હોલના સંચાલકોના સહયોગે 75 થી વધુ પોલીસ કર્મીઓનું ફ્રી મેડિકલ કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. આ મેડિકલ કેમ્‍પ દરમિયાન બ્‍લડપ્રેશર, ઈસીજી તથા અન્‍ય કોઈ બીમારીનો નિષ્‍ણાંત ડોક્‍ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્‍યું હતું અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી.
આ ફ્રીમેડિકલ કેમ્‍પમાં પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જી.આર. ગઢવી, એલ.આઇ.બી.ના જયદીપસિંહ તથા પોલીસ સ્‍ટાફ, પારડી હોસ્‍પિટલનો ડોક્‍ટરો તથા સ્‍ટાફ અને પ્રજાપતિ હોલના સંચાલકો ઉપસ્‍થિત રહી આ કેમ્‍પને સફળ બનાવ્‍યો હતો.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

Leave a Comment