Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

  • જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્‍યો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, વિવિધ વોર્ડના સભ્‍યો સહિત સ્‍ટોલ અને દુકાનધારકો તથા ફેરિયાઓ પણ બીચની સ્‍વચ્‍છતા માટે પોતાનું શ્રમદાન આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
રવિવારે દમણ જિલ્લા પંચાયત દ્વારા દેવકા બીચની સ્‍વચ્‍છતાના અભિયાનનું મેગા આયોજન કરવામાંઆવ્‍યું છે. જેમાં દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો, સરપંચો, વોર્ડના સભ્‍યો, સ્‍વચ્‍છાગ્રહી, કર્મીઓ ભાગ લેનાર હોવાનું જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી દ્વારા જણાવાયું છે.
રવિવારે સવારે 6:30 કલાકથી દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારા જન આંદોલનમાં સ્‍ટોલ અને દુકાનધારકો, ફેરિયા અને સ્‍વયંસેવીઓ પણ જોડાશે. આ અભિયાનથી બીચની સ્‍વચ્‍છતા પણ જળવાશે અને ભવિષ્‍યમાં બીચ ઉપર કચરો ફેંકવાની થતી ગુસ્‍તાખી ઉપર પણ રોક લાગશે.

Related posts

દાનહની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ

vartmanpravah

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્‍પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્‍થાન કરશે

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી(NIFT) દમણ કેમ્‍પસ ખાતે ઓપન હાઉસ

vartmanpravah

Leave a Comment