(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.05: તા.5-9-2022 ને સોમવાર નાં રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા- દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહ ના માર્ગદર્શનમાં આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો.સર્વપલ્લી રાધાકળષ્ણન્ની જન્મ – જયંતિ નિમિત્તે ‘‘સ્વંય શિક્ષક દિવસ” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમનો શુભારંભ શાળાના પ્રભારી આચાર્ય મીતાબહેન પરમાર, શિક્ષકની ગણ તેમજ સ્વયં શિક્ષક બનેલાં વિદ્યાર્થી ગણના વરદહસ્તે ડૉ.રાધાકળષ્ણની છબી પર ફૂલહાર ચડાવી દીપ પ્રાગટય કરી પુષ્પો દ્વારા સ્મરણાંજલિ આપી. ત્યાર બાદ ધોરણ 12 ની વિદ્યાર્થિની રિદ્ધિ બારડે પ્રવચન આપ્યું હતું. એ પછી શાળાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હિન્દી સહાયક શિક્ષિકા પ્રતિભાબહેન સ્માર્ટ એ રાધાકળષ્ણનના જીવન તથા કાર્યો વિશેનો પરિચય આપી સમાજ અને રાષ્ટ્રની આધારશિલા રૂપ શિક્ષકના મહત્વ વિશેની જાણકારી આપી. ત્યાર બાદ વિદ્યાર્થિની બહેનોની લોકગીત તેમજ હેપી ટીચર્સ ડે ગીત પર નૃત્યની સુંદર પ્રસ્તુતિએ સૌને મંત્ર-મુગ્ધ કર્યા. એ પછી આચાર્ય અને શિક્ષક બનેલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએપોતાના વિચારો રજૂ કર્યા.
અંતમાં આભારવિધિ શ્રીમતી મીતાબહેન પરમારે બહેને કરી. તેમજ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું. આમ શાળાના સર્વે શિક્ષક ભાઈ-બહેનના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/09/WhatsApp-Image-2022-09-05-at-6.59.49-PM-960x720.jpeg)