Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

કોલેજના જી.એસ. તરીકે અર્પણ નાયક તથા એલ.આર. તરીકે ટ્‍વીષા પટેલની નિમણૂંક થઈ હતી : પ્રતિનિધિઓએ પ્રતિજ્ઞા લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશનમાં યુનિવર્સિટીના ધારાધોરણ હેઠળ આજે વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જી.એસ., એલ.આર. સહિત વિવિધ વિભાગોના મંત્રીઓની વરણી કરાઈ હતી.
કોલેજમાં યોજાયેલ ચૂંટણીમાં જી.એસ. (સામાન્‍ય મંત્રી) તરીકે અર્પણ નાયક તથા એલ.આર. તરીકે ટ્‍વીષા પટેલ અન્‍ય મંત્રીઓમાં પ્‍લાનિંગ ફોરમ મંત્રી તરીકે ભાવના ધુમાડા, નાણા સમિતિ મંત્રી તરીકે કેની પટેલ, પ્રાર્થના સંમેલન મંત્રી હિતેશ નાયકા, પ્રવાસન મંત્રી પ્રિયા પટેલ, સાંસ્‍કૃતિક મંત્રી તરીકે સિધ્‍ધિ પટેલ, અભ્‍યાસિક મંત્રી તરીકે પ્રિયા સિંઘ, સોશિયલ મીડિયા મંત્રી તરીકે રાહુલ પટેલ, પર્યાવરણ મંત્રી સાયરાખાન, જીમખાના મંત્રી ભાવેશ પટેલ સહિત મેગેઝીન મંત્રી ચિત્ર પટેલ આ તમામ ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિ જાહેર કરાયા હતા. ચૂંટણી પ્રક્રિયા જ આયોજન અને સંચાલન પ્રા.અક્ષય ટંડેલે કર્યું હતું. સંસ્‍થાના ચેરમેન શ્રી નિલનભાઈ દેસાઈ, આચાર્ય ડો.પ્રિતિ ચૌહાણએ સર્વને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

vartmanpravah

વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસે વિચિત્ર ટ્રિપલ અકસ્‍માત સર્જાયો : ત્રણ ઘાયલ

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment