January 29, 2023
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

  • સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું પ્રતિક બનેલું નાની દમણનું મિટનાવાડ રામ મંદિર

  • પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મીઠાણી દ્વારા આઠ વર્ષ પહેલા મિટનાવાડ રામ મંદિરનું કરાયેલું નિર્માણ : ધ્‍વજારોહણનો પણ શૌકતભાઈ મીઠાણીએ લીધેલો લ્‍હાવો

  • પાલખી ઉપાડવાનું પણ શૌકતભાઈ મીઠાણીને મળેલું સૌભાગ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
નાની દમણના મિટનાવાડ ખાતે રામ મંદિરના આઠમા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મિટનાવાડ ખાતેના રામ મંદિરનું નિર્માણ પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણી દ્વારા કરાયું હતું અને આજે આઠમાં પાટોત્‍સવ નિમિત્તે પણ ધ્‍વજારોહણનો લાભ શ્રી શૌકતભાઈ મિઠાણીનેમળ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુસ્‍લિમ લઘુમતી સમુદાયના શ્રી શૌકતભાઈ મીઠાણી દ્વારા રામમંદિરનું નિર્માણ અને સતત આઠમાં વર્ષ સુધી પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહી ધ્‍વજારોહણનો પણ લ્‍હાવો મેળવી સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું એક ઉત્તમ દૃષ્‍ટાંત પણ પૂラરુ પાડયું છે.
આજે પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણીના નેતૃત્‍વમાં ભગવાન રામની પાલખી યાત્રા પણ નિકળી હતી અને પાલખી ઉપાડવાનું સૌભાગ્‍ય પણ શ્રી શૌકતભાઈ મીઠાણીને મળ્‍યું હતું.
સમગ્ર દેશ માટે દમણના મિટનાવાડનું રામ મંદિર સર્વધર્મ સમભાવના પ્રતિકની સાથે બિનસાંપ્રદાયિકતાનું દૃષ્‍ટાંત પણ બન્‍યું છે.

Related posts

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment