Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પા બે જગ્‍યાએ પલટી મારતા હાઈવે ટ્રાફિક જામ

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતોની વણઝાર વણથંભી ચાલી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ હાઈવે ઉપર એક જ દિવસમાં બે ટેમ્‍પો જુદી જુદી જગ્‍યાએ પલટી મારી જતા બે અકસ્‍માત સર્જાયા હતા. જો કે બન્ને અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નથી.
વલસાડ હાઈવે ઉપર અકસ્‍માત અંગેની પનોતી ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં ભાગ્‍યે જ કોઈ દિવસ એવો પસાર થયો હશે કે અકસ્‍માત ના થયો હોય. ગતરોજ સવારે પ્રથમ બનાવ વલસાડ સુગર ફેક્‍ટરી બ્રિજ ઉપર પસાર થઈ રહેલો છોટા હાથી ટેમ્‍પો નં.જીજે 15 ઈવી 0519 ના ચાલકે કાબુ ગુમાવતા ટેમ્‍પો ડિવાઈડર કુદીને પલટી મારી ગયો હતો. અકસ્‍માતમાં ચાલકને નાની મોટી ઈજા થઈ હતી. બીજો બનાવ બપોરે પારનેરા રામદેવ ધાબા સામે હાઈવે પર વાપી તરફથી માલ ભરીને આવી રહેલો આઈશર ટેમ્‍પો નં.એમએચ 09 6746 ના ચાલકે પણ કાબુ ગુમાવતા ટેમ્‍પો પલટી મારી ગયો હતો. ચાલક અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયો હતો. બન્ને અકસ્‍માતના બનાવોને લઈ હાઈવે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પોલીસે ઘાયલોને સારવાર માટે ખસેડી ક્રેઈનની મદદથી અકસ્‍માતગ્રસ્‍ત વાહનો ખસેડતા ટ્રાફિક નિયંત્રિત યથાવત કર્યો હતો.

Related posts

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

Leave a Comment