July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દિવંગત આત્‍માઓને
શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.01: તારીખ 25 મેના રોજ રાજકોટ શહેરના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. અનેક પરિવારના માળા વિખેરાય ગયા છે. જીવ ગુમાવનારના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. ત્‍યારે આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોની આત્‍માને શાંતિ મળે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું અને તમામ મૃતકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે પણ ઉપસ્‍થિત રહીને દિવંગત આત્‍માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મા ખોડલ તમામ આત્‍માઓને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.
તારીખ 1 જૂન ને શનિવારના રોજ સવારે 9-30 કલાકે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ અને ટ્રસ્‍ટની તમામ સમિતિઓ દ્વારા ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આત્‍માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં સૌએ ઉપસ્‍થિત રહીને મૃતકોને પુષ્‍પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્‍યું હતું અને મૃતકોનાપરિવારજનોને આ અકાળે આવી પડેલા આઘાતને સહન કરવાની શક્‍તિ આપે તેવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ શ્રદ્ધાંજલિ સભામાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ, ટ્રસ્‍ટીશ્રીઓ, કન્‍વીનર ભાઈઓ-બહેનો, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ લિગલ સમિતિ, શ્રી ખોડલધામ શિક્ષણ પાંખ સહિતની વિવિધ સમિતિઓના કાર્યકરો, સામાજિક સંસ્‍થાઓના સભ્‍યો, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્‍યો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, સ્‍ટાફગણ સહિતના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related posts

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સમરસ ચૂંટણી થવાની સંભાવના વચ્‍ચે દીવ જિલ્લાની 6 ગ્રામ પંચાયતોના સરપંચ-વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment