February 27, 2024
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશમનોરંજનસેલવાસ

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

પ્રતિકાત્મક તસવીર

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ (ધ્‍ત્‍ળ્‍ઞ્‍)ની 5મી આવૃત્તિ, 31 જાન્‍યુઆરીથી 11 ફેબ્રુઆરી- 2023 દરમિયાન મધ્‍ય પ્રદેશમાં યોજાવાની છે. જેમાં અંડર 19ના ખેલાડીઓ માટે 27 રમતગમત સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં દેશભરમાંથી અંડર 19ની ફૂટબોલ ગર્લ્‍સ ટીમની સાથે ભારતની પારંપારિક રમત મલખંબમાં પણ સીધો પ્રવેશ મળ્‍યો છે.
આ સંદર્ભમાં, કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022માં ભાગ લેવા માટે 17 ડિસેમ્‍બરના રોજ સવારે 8.30 વાગ્‍યે ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે.
કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગ મલખંબ ગર્લ્‍સ અને બોયઝ પ્‍લેયર્સને અપીલ કરે છે કે આ ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ 2022માં ભાગ લેવા માટે મલખંબ ગર્લ્‍સ અને બોયસના ખેલાડીઓએ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ.

Related posts

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

દમણના દમણવાડા વિસ્‍તારની આ મહિલાઓ સમાજ માટે પથદર્શક બની છે

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment