October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

છેલ્લા બે વર્ષ લાયન્‍સ વાપી નાઈસ ક્‍લબએ સેંકડો નિઃશુલ્‍ક મોતિયાના ઓપરેશન કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસ દ્વારા છેલ્લા બે વર્ષ મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશનનો મેગા પ્રોજેક્‍ટ ચાલી રહ્યો છે. અંતરિયાળ ગામોના સેંકડો મોતિયાના જરૂરિયાત મંદોના ઓપરેશન નિઃશુલ્‍ક કરવામાં આવી રહ્યા છે. આ શૃખંલામાં આજે વાંસદા આઈ હોસ્‍પિટલમાં ક્‍લબ દ્વારા 48 જરૂરીયાતમંદ દર્દીઓના નિઃશુલ્‍ક ઓપરેશન કરીમાનવતાની ભગીરથ કામગીરી કરી હતી.
લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસના પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ શૈલેષભાઈ મહેતા અને ક્‍લબ ટીમ દ્વારા સતત બે વર્ષથી વાંસદા, વલસાડ, ધરમપુરના અંતરિયાળ ગામોમાં ગરીબ આદિવાસી મોતિયાબિંદની જરૂરીયાતવાળા દર્દીઓને શોધી શોધી આઈ કેમ્‍પનું આયોજન ક્‍લબ કરી રહી છે. આજે વાંસદા આઈ હોસ્‍પિટલમાં મોતિયાના 48 ઓપરેશન કર્યા હતા. આ પ્રસંગે ઉમેશ સંઘવી, હર્ષદભાઈ અનુભાઈ, સુરેશ સાબું ઉપસ્‍થિત રહ્યા હતા. કેમ્‍પના પ્રમુખ દાતા રાધીકા ગર્ગ દિલ્‍હીના હતા.

Related posts

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

વિજ્ઞાન પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારી દમણની સાર્વજનિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

Leave a Comment