અલઈ પટેલ અને અવી પટેલ ટેકનોલોજીની મદદથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રસ્તા સહિતના વિવિધકામોનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: જાગૃત નાગરિકો અને યુવાનો વહિવટી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને કેવી રીતે ઉઘાડો પાડી શકે છે તેનુ જીવંત પ્રેરક ઉદાહરણ વલસાડના મોટા સુરવાડા ગામના બે યુવાનોએ પુરુ પાડયું છે. ગામમાં રોડ સહિતના થયેલા કામોમાં કેવો કેવી રીતે ભ્રષ્ટાચાર આચરાયો છે તેનો પર્દાફાસ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર ટેકનોલોજીના માધ્યમથી વિડીયો ટેકનોલોજી સાથે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું હતું. ગ્રામજનોના મંતવ્યો લીધા અને આંદોલન કરવા માટે બે યુવાનોએ જબરજસ્થ પ્રોત્સાહન પુરુ પાડયું હતું.
વલસાડના મોટા સુરવાડા ગામે સંસદ ફંડમાંથી થયેલા રસ્તા વિગેરેના કામ તથા નાણાપંચના નાણાથી પંચાયતના વિકાસ કામોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વિગતો એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર અલઈ પટેલ અને અવી પટેલ નામના બે યુવાનોએ ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચારનો પર્દાફાસ કર્યો હતો. પ્રેઝન્ટેશન જોનારા ગ્રામજનો પણ પ્રભાવિત થયા હતા. તેમજ એક સુરે વિરોધ અને આંદોલન કરવાનો મુડ બનાવી લીધો હતો. ગામના જાગૃત નાગરિકોએ કલેક્ટરમાં પણ તા.24-5-2024ના રોજ અરજી કરીને રસ્તાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી. તદ્દઉપરાંત આર.ટી.આઈ. દ્વારા નાણાપંચની ગ્રાંટમાંથી થયેલાવિકાસ કામોની પણ સવિસ્તાર માહિતી એકત્ર કરીને ભ્રષ્ટાચાર અંગે સાવધાની અને જાગૃતિના દર્શન કરાવ્યા હતા.