(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે રીમઝીમ વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડકનો પણ અહેસાસ જોવા મળ્યો હતો.
બુધવારે વરસેલા વરસાદમાં સેલવાસમાં 19.2એમએમ 0.75ઇંચ વરસાદ અને ખાનવેલમાં 27.0એમએમ 1.06ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 56.6એમએમ 2.23ઇંચ અને ખાનવેલમાં 190.9એમએમ 7.52ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 66.25મીટર છે ડેમમાં પાણીની આવક ઝીરો ક્યુસેક છે અને પાણીની જાવક 353 ક્યુસેક છે.
