October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

  • લક્ષદ્વીપના કવરત્તી ખાતે યોજાયેલ નાગરિક અભિનંદન સમારંભમાં ભાવવિભોર બનેલા રાષ્‍ટ્રપતિ

  • લક્ષદ્વીપની મુલાકાત જીંદગીભરનું સંભારણું રહેશે એવો રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રગટ કરેલો ઉદ્‌ગાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.19 : ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું લક્ષદ્વીપ ખાતે આગમન થતાં પ્રશાસન અને નાગરિકો વતી ઉષ્‍માભર્યું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. એરપોર્ટથી રાજભવન સુધીના માર્ગમાં સ્‍કૂલના બાળકોએ હાથમાં તિરંગો લઈ મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું અભિવાદન કર્યું હતું.
લક્ષદ્વીપના કવરત્તી ખાતે યોજાયેલ નાગરિક અભિનંદન સમારંભમાં રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ જણાવ્‍યું હતું કે, લક્ષદ્વીપમાં સમુદ્રી શેવાળ ઉદ્યોગ વિકસિત કરવાની વિશાળ ક્ષમતા છે. લક્ષદ્વીપમાં સમુદ્રી શેવાળની ખેતી દવા કંપની અને હોટલ ઉદ્યોગના આયાત બિલમાં ઘણો ઘટાડો કરી શકશે જે વિદેશી ઉત્‍પાદનો ઉપર નિર્ભર છે.
રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ જણાવ્‍યું હતું કે, સફેદ રેતીના સમુદ્ર કિનારા, પરવાળાના ખડક અને વિવિધ સામુદ્રીક પ્રાકૃત્તિક સુંદરતાથી સભર લક્ષદ્વીપમાં પ્રવાસનની ઉચ્‍ચ સંભાવનાઓ છે. તેમણે જણાવ્‍યું હતું કે,લક્ષદ્વીપમાં નીતિ આયોગના નેતૃત્‍વમાં પ્રશાસન પાયલટ પરિયોજનાઓના રૂપમાં કદમત, મિનિકોય અને સુહેલીમાં ઉચ્‍ચ શ્રેણીના ઈકો પર્યટનને વિકસિત કરવા માટે કામ કરી રહ્યું છે. રાષ્‍ટ્રપતિએ જણાવ્‍યું હતું કે, આપણાં માટે ગર્વની વાત છે કે, ભારતનું પહેલું વોટર વિલા આ કેન્‍દ્ર શાસિત પ્રદેશના વાદળી સરોવરોમાં બનશે. પ્રવાસનની આ અભિનવ પહેલથી પ્રવાસનની તસવીર ઘણી હદ સુધી બદલાઈ જશે અને લક્ષદ્વીપ પુરી દુનિયા માટે ઈકો ટુરિઝમનું એક મોડેલ રૂપમાં ઉભરી શકે છે.
રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ એ જાણીને પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી કે, લક્ષદ્વીપ પ્રશાસન છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વીપોના વિકાસની પદ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન લાવવા માટે સુધારણાંઓ ઉપર જોર આપી રહ્યું છે. લક્ષદ્વીપ પ્રશાસન માળખાગત વિકાસને ઉત્તેજન આપવા, પ્રશાસન દ્વારા ઉચિત કાર્યાન્‍વયન અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્‍સાહિત કરવા ઉપરાંત લોકોને પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવા માટે ઘણાં દ્વીપો ઉપર વોટર ડિસેલિનેશન પ્‍લાન્‍ટ સ્‍થાપિત કરવા માટે વિશેષ પ્રશંસાપાત્ર હોવાનું જણાવ્‍યું હતું.
રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ જણાવ્‍યું હતું કે, લક્ષદ્વીપ દેશમાં કોઈપણ અન્‍ય સ્‍થાનની તુલનામાં બહેતર શિક્ષક-વિદ્યાર્થીનું પ્રમાણ છે. તેમણે સ્‍કૂલ પ્રણાલીમાં સુધારણાં માટેપ્રતિબધ્‍ધતા અને સમર્પણની સરાહના કરી હતી. વિદ્યાર્થીઓને વ્‍યવસાયી, રોજગારલક્ષી અને ઉદ્યમશીલતા કૌશલ્‍યની સાથે સશક્‍ત બનાવવા માટે લક્ષદ્વીપના શિક્ષણ વિભાગે સ્‍કૂલોમાં ડિજિટલ સાક્ષરતા પાઠયક્રમ કરેલા આયોજનની પણ મુક્‍ત મને પ્રશંસા કરી હતી.
ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ગદ્‌ગદિત થતાં જણાવ્‍યું હતું કે, તેઓ રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ લગભગ 20 થી 22 જેટલા રાજ્‍યોમાં પ્રવાસ કરી ચુક્‍યા છે. પરંતુ લક્ષદ્વીપ તેમના માટે જીવનભર એક સંભારણું બની રહેશે એવું જાહેર મંચ ઉપરથી જણાવ્‍યું હતું.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયા બાદ ચાલુ થયેલી અટકળો

vartmanpravah

વાપી કંપનીમાં વાલ્‍વ ચોરીના મામલામાં કર્મચારીને છીરીમાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

Leave a Comment