June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

અંતરિયાળ વિસ્‍તારોમાં નિયમિત આરોગ્‍ય ચેકિંગ અને તબીબી સારવારથી મળત્‍યુદરનું ?માણ ઘટશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામમાં તા. 10 જૂને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંભવિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસના વિવિધ કામો પૈકી 764.24 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂા. 200.58 કરોડના કામોનું ખાતમૂર્હુત કરાશે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેવાડાના નાગરિકોને આરોગ્‍યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્‍ધ થઈ શકે તેવા શુભ આશયથી રાજ્‍ય સરકાર દ્વારા અદિવાસી એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવનાર છે.
પ્રજાનું આરોગ્‍ય સ્‍વસ્‍થ હશેતો દેશ પ્રગતિના પંથે દોડશે એવા શુભ આશય સાથે રાજ્‍ય સરકાર દ્વારા આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ ગામે ગામે હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર બનાવવામાં આવી રહ્યા છે. ગામના લોકોને પોતાના એરિયામાં જ આરોગ્‍યલક્ષી સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સરાહનીય પ્રયાસ કરાઈ રહ્યો છે. દરમિયાન રાજ્‍ય સરકાર દ્વારા વર્ષ 2019-20ના બજેટમાં નવા પેટા આરોગ્‍ય કેન્‍દ્ર અંગે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા આરોગ્‍ય વિભાગના પીઆઈયુ (પ્રોજેક્‍ટ ઈમ્‍પ્‍લિમેન્‍ટેશન યુનિટ) દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 6 અને કપરાડા તાલુકામાં 2 પેટા આરોગ્‍ય કેન્‍દ્ર મળી કુલ 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું રૂ. 1.60 કરોડના ખર્ચે બાંધકામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તે માટે ગ્રાઉન્‍ડ ફલોરવાળુ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તૈયાર કરાયું છે. જે માટે કંપાઉન્‍ડ વોલ, પેવર બ્‍લોક વાળો રોડ અને વીજળી પણ પુરી પડાઈ છે. આ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર થકી અંતરિયાળ વિસ્‍તારોમાં લોકોની નિયમિત આરોગ્‍ય તપાસ અને મફત તબીબી સારવાર થતા મૃત્‍યુદરનું પ્રમાણ પણ ઘટશે.
આ 8 ગામ અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ફાયદો થશે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં બારોલિયામાં રૂા. 18.49 લાખ, બારસોલમાંરૂા. 17.79 લાખ, ફુલવાડીમાં રૂા. 22.44 લાખ, માકડબનમાં રૂા. 22.48 લાખ, મરઘમાળમાં રૂા. 17.75 લાખ અને નાની વહિયાળમાં રૂા. 18.49 લાખના ખર્ચે જ્‍યારે કપરાડા તાલુકામાં કાકડપોરમાં રૂા. 20.60 લાખ અને ઓઝરમાં રૂા. 21.05 લાખના ખર્ચે પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તૈયાર કરવામાં આવ્‍યા છે. જેથી આ 8 ગામ અને આસપાસના ગામોની પ્રજાને આરોગ્‍યલક્ષી લાભ મળશે.

પેટા આરોગ્‍ય કેન્‍દ્રમાં આ સુવિધાઓ મળશે
1. લેબર રૂમ – 1 યુનિટ
2. એક્ષામિનેશન રૂમ – 1 યુનિટ
3. વેઈટિંગ એરિયા- 1 યુનિટ
4. સ્‍ટાફ માટે રહેણાંક જગ્‍યા

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

ચીખલીના ઘેકટીમાં જીઆઈડીસી વિસ્‍તારમાંથી છોડાતા કેમિકલવાળા ગંદા પાણીથી ખેતીવાડી અને જીવ સૃષ્‍ટિ માટે ખતરો!

vartmanpravah

Leave a Comment